For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine : ન્યૂઝીલેન્ડમાં ફાઈઝર રસી લીધા બાદ મહિલાનું મોત!

સમાચાર મળી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની ફાઈઝર વેક્સિન લીધા બાદ એક મહિલાનું મોત થયુ છે, આ માહિતી સ્થાનિક આરોગ્ય મંત્રાલયે સોમવારે એક સ્વતંત્ર કોવિડ-19 રસી સુરક્ષા નિગરાની બોર્ડ દ્વારા સમીક્ષા બાદ આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના રસીની આડઅસરોને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો આ કારણોથી રસી લેવાથી પણ કતરાતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોરોનાની રસી ફાઈઝરથી મોતના સમાચાર આવ્યા છે. મળતી વિગત અનુસાર રસી લીધા બાદ એક મહિલાનું મોત થયુ છે.

pfizer

સમાચાર મળી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની ફાઈઝર વેક્સિન લીધા બાદ એક મહિલાનું મોત થયુ છે, આ માહિતી સ્થાનિક આરોગ્ય મંત્રાલયે સોમવારે એક સ્વતંત્ર કોવિડ-19 રસી સુરક્ષા નિગરાની બોર્ડ દ્વારા સમીક્ષા બાદ આપી છે. જો કે મંત્રાલયના નિવેદનમાં મહિલાની ઉંમર દર્શાવવામાં આવી નથી. મહિલાએ રસી લીધા બાદ તેનું માયોકાર્ડિટિસના કારણે મોત થયુ છે.

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલય અનુસાર, મહિલાનું મોત માયોકાર્ડિટિસ એટલે કે હ્રદય સંબંધિત સમસ્યાના કારણે થયું છે. તેને કોવિડ-19 રસી ફાઈઝરની આડઅસર તરીકે જોવામાં આવે છે માયોકાર્ડિટિસના કારણે હ્રદયની માંસપેશીઓમાં સોજા થાય છે, જે હ્રદયની વિદ્યુત પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિમાં હ્રદયમાં લોહીને પંપિંગ કરવામાં મુશ્કેલી પડે છે, જે ધબકારાની અનિયમિતતાનું કારણ બને છે. હ્રદયની માંસપેશીઓને ઓક્સિજનયુક્ત લોહી પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. તેનાથી માંસપેશીઓમાં સોજા આવી જાય છે.

ઉલ્લેખનિય છે કે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સતત કેસ નોંધાઈ રહ્યા છે. તેના કારણે બે અઠવાડિયાનું લોકડાઉન પણ લગાવાયુ છે. આંકડા મુજબ ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી કોરોનાના 3819 કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. 2890 લોકો રિકવર થયા છે. 603 એક્ટિવ કેસ છે અને આ દર્દીઓ સારવાર હેઠળ છે.

English summary
Corona Vaccine: First death from Pfizer, heart attack in New Zealand woman!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X