સિંગલ ડોઝમાં જ કોરોનાને માત આપી રહી છે જૉનસન એન્ડ જૉનસનની વેક્સીન, ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ
વૉશિંગ્ટનઃ દુનિયાભરમાં હાલ કોરોના વાયરસ મહામારીના ખાતમા માટે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. આ દરમ્યાન અમેરિકી દવા નિર્માતા કંપની જૉનસન એન્ડ જૉનસનની વેક્સીનને લઈ ગુડ ન્યૂઝ આવ્યા છે. જૉનસન એન્ડ જૉનસનની પ્રયોગાત્મક કોવિડ 19 વેક્સીન સિંગલ ડોઝમાં જ સંક્રમણ વિરુદ્ધ પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર કામ કરી રહી છે. આ પરિણામ વેક્સીનના પ્રારંભિકથી મધ્ય ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું છે. Ad26.COV2.S નામની આ વેક્સીનને વિવિધ બે ડોઝમાં આપવામાં આવી હતી, જે બાદ આ પરિણામ મળ્યાં.
મૉડર્ના અને ફાઈટરે વેક્સીનને સિંગલ અને ડબલ ડોઝ સાથે ટેસ્ટ કરી. જો કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે જેવી રીતે યુવાઓને લાભ આપી રહી છે તેવી જ રીતે આ વેક્સીન વૃદ્ધોને પણ લાભ આપશે કે નહિ. વેક્સીનનું ટ્રાયલ 1000 સ્વસ્થ યુવાઓ પર કરાયું, જેને અમેરિકી સરકારે પણ સમર્થન આપ્યું છે. આ ટ્રાયલ જુલાઈ બાદ શરૂ થયું હતું, જ્યારે વાંદરાઓ પર કોરોના વેક્સીનનો પ્રયોગ સફળ રહ્યો હતો.
હવે વેક્સીનનું ટ્રાયલ સૌથી વધુ 60 હજાર લોકો પર હશે. ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે બુધવારની ઘોષણા કરવામાં આવી. જેથી તેને બાદમાં મંજૂરી મળી શકે. કંપનીનું કહેવું છે કે ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ આ વર્ષના અંતમાં અથવા તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં આવી શકે છે. જો કે વેક્સીનનું અધ્યયન ખતમ થયા બાદ જ તેની સુરક્ષાને લઈને વિસ્તૃત જાણકારી મળી શકશે. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે વેક્સીનના ગંભીર પ્રતિકૂળ પ્રભાવનો પતો લગાવવા માટે મોટી સંખ્યામાં લોકો પર કેટલાય અધ્યયનની જરૂરત છે.
દીપિકા પાદુકોણે ક્યારેય ડ્રગ્ઝ લીધી નથીઃ મેનેજર કરિશ્માનુ NCB સામે નિવેદન