For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા અને બ્રિટનમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા, આપણા માટે ખતરાની ઘંટી

અમેરિકા અને બ્રિટનમાં પહેલી અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે જે આપણા માટે જોખમના સંકેત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને લઈને વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે. ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ જોખમનુ અનુમાન છે. અમેરિકા અને બ્રિટનમાં પહેલી અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે જે આપણા માટે જોખમના સંકેત છે. 18 વર્ષથી ઓછી વયના બાળકોમાં સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વધારાનો દર 50 ટકાથી વધુ નોંધવામાં આવ્યો છે જે ચિંતાનો વિષય છે.

પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થયા

પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થયા

અલબામા, અરકંસાસ, લુસિયાના અને ફ્લોરિડામાં બાળકોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. નવજાત બાળકો પણ કોરોના વાયરસ સંક્રમણના કારણે આઈસીયુમાં વેંટિલેટર પર જીવન સામે જંગ લડી રહ્ય છે. લુસિયાનામાં જુલાઈના અંતિમ સપ્તાહમાં 4332 બાળકોમાં સંક્રમણ જોવા મળ્યુ છે. અહીં 15થી 21જુલાઈ વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 66 બાળકોમાં વાયરસ મળ્યો છે. બ્રિટનમાં રોજ સરેરાશ 40 બાળકો હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. વળી, ફ્લોરિડાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 12 વર્ષથી ઓછી વયના 10,785 કેસ સામે આવ્યા હતા. 12થી 19 વર્ષના 11,048 બાળકોમાં સંક્રમણ મળ્યુ છે. 23થી 30 જુલાઈ વચ્ચે 24 બાળકોને ભરતી કરવામાં આવ્યા છે. ભારતમાં પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થયા છે.

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં સંક્રમણ વધ્યુ

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં સંક્રમણ વધ્યુ

વર્ષ 2020માં અમેરિકામાં થયેલ બાળકોના મોતના કારણોમાં સૌથી મુખ્ય કારણ કોરોના વાયરસ હતુ. યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલના બાળરોગ વિશેષજ્ઞ પ્રો. એડમ ફિન્નના જણાવ્યા મુજબ બાળકોમાં કોરોના સંક્રમણનુ જોખમ ઘટ્યુ નથી. હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા વધુ છે. જે દર્શાવે છે કે કોરોનાની આ લહેર પહેલા કરતા અલગ છે. ઈમ્પિરીયલ કૉલેજ લંડનના પીડિયાટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીઝ વિશેષજ્ઞ ડૉ. એલિઝાબેથ વ્હિટકરનુ કહેવુ છે કે અમેરિકા તેમજ બ્રિટનમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં સંક્રમણ વધ્યુ છે. આમાં મોટાભાગના બાળકો એવા છે જેમને રસી મૂકવામાં આવી નથી માટે કોઈ પણ સ્થિતિમાં બાળકોને રસી મૂકવી જ પડશે.

બાળકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે

બાળકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે મેદસ્વી તેમજ ડાયાબિટીઝવાળા બાળકો માટે આ મુશ્કેલ સમય છે. સંક્રમણના કેસો અચાનક વધવા લાગ્યા છે. અમેરિકામાં બાળકોમાં પીડિયાટ્રીક ઈન્ફલામેટરી મલ્ટી સિસ્ટમ સિંડ્રોમ(પીઆઈએમએસ)ના કેસ વધી રહ્યા છે જેની સમયે સારવાર ન થાય તો બાળકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. અમેરિકાની સીડીસીના નિર્દેશક પ્રો. રોશેલ વેલેંસ્કીના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના ત્રણથી ચાર સપ્તાહ બાદ બાળકોને પીઆઈએમએસનુ જોખમ રહે છે. બાળકોને ઘણા દિવસો સુધી તાવ, પેટમાં દુઃખાવો, ડાયેરિયા, ઉલટી, ચામડી પર લાલ ચકામા, આંખો અને હાથ-પગ ઠંડા પડી જવા વગેરે જેવા લક્ષણો દેખાય છે.

English summary
Coronavirus cases of children in America and Britain increasing, risk to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X