For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના કારણે ઘરે સાથે રહેતા કપલ્સ વચ્ચે ઝઘડા, ડિવોર્સમાં વધારો

ચીન એક તરફ કોરોના વાયરસે આપેલા દુઃખમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યુ છે પરંતુ અહીં હવે એક નવી સમસ્યા પગપેસારો શરૂ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં કોરોના વાયરસના કારણે 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન એક તરફ કોરોના વાયરસે આપેલા દુઃખમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યુ છે પરંતુ અહીં હવે એક નવી સમસ્યા પગપેસારો શરૂ કરી દીધો છે. કોરોના વાયરસના કારણે અહીં ડિવોર્ના કેસમાં વધારો થયો છે. ગયા એક મહિનાની અંદર ડિવોર્સ માટે જે અરજીઓ નોંધવામાં આવી છે, તેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. ચીની અધિકારીઓએ જણાવ્યુ કે એકબીજા સાથે વધુ સમય પસાર કરવાથી આ સમસ્યા ઉભી થઈ છે.

અત્યાર સુધી 300 અરજીઓ

અત્યાર સુધી 300 અરજીઓ

ચીનમાં રજિસ્ટાર ઑફિસમાં 24 ફેબ્રુઆરીથી ડિવોર્સની અરજીઓમાં વધારો થયો છે. દક્ષિણ-પૂર્વ ચીન હેઠળ આવતા સિચુઆન પ્રાંતના દાઝોઉમાં સ્થિત રજિસ્ટાર ઓફિસમાં 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 300 અરજીઓ આવી ચૂકી છે. રજિસ્ટ્રી તરફથી આ માહિતી આપવામાં આવી છે કે વાયરસ ફેલાયા બાદથી જ આમાં વધારો જોવા મળ્યો છે. ઘણા લોકોનુ કહેવુ છે કે આઈસોલેશનમાં રહેવાના કારણે પતિ-પત્નીઓ વચ્ચે થતો કલેશ આનુ સૌથી મોટુ કારણ છે. લોકો વધુ સમય સુધી ઘરે રહે અને આના કારણે તેમનામાં મતભેદ ઝડપથી વધી રહ્યા છે. દાઝોઉમાં મેરેજ રજિસ્ટ્રી ઓફિસમાં મેનેજર લ્યૂ શિજુને ડેલી મેલને જણાવ્યુ કે અહીં ડિવોર્સના કેસમાં પહેલાની સરખામણીમાં ઝડપથી વધારો થયો છે.

નાની-નાની વાતોમાં ચર્ચા

નાની-નાની વાતોમાં ચર્ચા

લ્યૂના જણાવ્યા મુજબ યુવાઓને કોરોના વાયરસના કારણે ઘરે વધુ સમય રહેવુ પડ્યુ અને તેમણે સાથે ઘણો સમય પસાર કરવો પડ્યો. આના કારણે નાની-નાની વાતોમાં પણ તેમની વચ્ચે દલીલો થઈ. અમુક અધિકારીઓનુ કહેવુ છે કે વાયરસના કારણે એપ્લીકેશન્સમાં થયેલ વિલંબના કારણે આ નવી સ્થિતિ પેદા થઈ છે. કાઉન્સિલની બધી ઓફિસ વાયરસના કારણે એક મહિના સુધી બંધ હતા. ફુજિયાન પ્રાંતના ફૂઝોઉમાં ઓફિશિયલ્સે ડિવોર્સની અરજીઓની સીમા 10 નિર્ધારિત કરી દીધી છે. શાન્ક્સી પ્રાંતના શીયાનમાં પણ આ સમસ્યા છે. એક માર્ચે અહીં રજિસ્ટ્રી ઓફિસને ફરીથી ખોલવામાં આવી છે અને ડિવોર્સ માટે અપોઈન્ટમેન્ટ્સની રિક્વેસ્ટને અધિકારીઓએ ચોંકાવી દીધી છે.

હવે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે રિસર્ચ

હવે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે રિસર્ચ

એક જિલ્લામાં તો એક દિવસમાં ડિવોર્સની 14 અરજીઓ પહોંચી છે. હવે વૈજ્ઞાનિક આ અંગે ચર્ચા કરી રહ્યા છે કે શું કપલ્સનું આવા સમયમાં સાથે રહેવુ અને સમય વીતાવવો લાભકારી સાબિત થશે. વર્ષ 2018માં એક અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે એવા કપલ્સ જે લગ્ન પહેલા સાથે રહે છે, તેમના લગ્નના પહેલા વર્ષમાં ડિવોર્સના કેસ બહુ ઓછા રહે છે. પરંતુ પાંચ વર્ષમાં તેમની વચ્ચે ડિવોર્સના કેસમાં ઝડપથી વધારો થાય છે. ચીનમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે મોટાભાગના શહેરોને એક મહિના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ચીનમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો

ચીનમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો

જ્યાં દુનિયાના તમામ દેશોમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં ચીનમાં આ કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. ભારત સહિત ઘણા દેશોમાં શાળા, કોલેજો, દુકાનો મોલ્સ અને રેસ્ટોરન્ટ્સ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં મેયર તરફથી શહેરમાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ જૂલીને પાછી લાવવા લવગુરુ પ્રોફેસર મટુકનાથ પહોંચ્યા ત્રિનિદાદ, કોરોના પણ રોકી ના શક્યોઆ પણ વાંચોઃ જૂલીને પાછી લાવવા લવગુરુ પ્રોફેસર મટુકનાથ પહોંચ્યા ત્રિનિદાદ, કોરોના પણ રોકી ના શક્યો

English summary
Coronavirus driving divorce rates up in China as couple live together in isolation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X