કોરોના વાયરસના કહેરથી ફફડી ઉઠ્યુ ઈઝરાયેલ, ઈરાનમાં 1284 કેસ આવ્યા સામે
કોરોનાના કહેરથી બે દુશ્મન દેશોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં 1284 લોકોના મોત નીપજ્યા છે અને ઈઝારાયેલમાં 677 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પશ્ચિમ એશિયાના બે દુશ્મન દેશ ઈરાન અને ઈઝરાયેલ કિલર કોરોના વાયરસના કહેરથી ગભરાઈ ગયા છે. ઈરાનમાં 149 મોત સાથે જ કોરોના વાયરસના હવે અહીં કુલ મોતનો આંકડો 1284 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધુ પ્રભાવિત થયેલા દેશોમાં ઈઝારયેલ મધ્ય-પૂર્વનો બીજો દેશ બની ગયો છે. ઈઝરાયેલમાં અત્યાર સુધી 677 સંક્રમિત કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

તહેરાન
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ગુરુવારે ઈરાનના આરોગ્ય અને ચિકિત્સા શિક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી કે બુધવારે 1,091 નવા કેસ સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 18,407 સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જનસંપર્ક અને સૂચના કેન્દ્રના મુખ્ય કિયાનુશ જહાંપુરે ટ્વિટ કર્યુ, ‘મધ્ય-પૂર્વના દેશોમાં ઈરાન પર કોરોનાની અસર ભયાનક છે. અહીં દર કલાકે 50 નાગરિક આ ઘાતક વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. વળી, દર 10 મિનિટે આ વાયરસ એક ઈરાનીને મોતના મોઢામાં ધકેલી રહ્યો છે.'

ઈઝરાયેલમાં એક દિવસમાં સૌથી વધુ 244 કેસ
ઈઝરાયેલમાં ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 244 કેસ સામે આવ્યા. અહીંની સરકારે નાગરિકોને 7 દિવસ માટે ઘર છોડવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો અને ઉલ્લંઘન કરવા પર 14,400 નવા શેકેલ(3,945 ડૉલર)નો દંડ અને છ મહિના સુધી જેલની જોગવાઈ કરી છે. મિસ્રમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 256 અને 7 મોત નોંધાઈ ચૂક્યા છે.
મિસ્રની કેબિનેટે 31 માર્ચ સુધી સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મૉલ, રેસ્ટોરાં, કૉફીની દુકાનો અને આ પ્રકારના મનોરંજનના સ્થળો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ખાદ્ય ભંડાર, ફાર્મસી, કરિયાણાનો સામાન અને બેકરી પ્રભાવિત નહિ થાય. સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં 27 નવા કોવિડ-19ના કેસો સાથે કુલ સંખ્યા 140 થઈ ગઈ છે. કતારમા ગુરુવારે આઠ નવા કેસો સાથે કુલ કેસોની સંખ્યા 460 થઈ ગઈ છે. અહીં પણ શોપિંગ મૉલમાં ખાદ્ય ભંડાર, ફાર્મસીઓ અને બેંક શાખાઓ છોડીને બધી દુકાનોને બંધ કરી દેવામાં આવી છે.

આલ્કોહોલ પીવાથી 20 લોકોના મોત
કુવેતના છ નવા કેસ સાથે સંખ્યા 148 સુધી પહોંચી ગઈ છે. લેબનાનના આરોગ્ય મંત્રાલયે ઘોષણા કરી કે છ નવા કેસો માલુમ પડ્યા બાદ કુલ સંખ્યા 149 થઈ ગઈ છે. અલ્જીરીયાએ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 7 નવા કેસોની ઘોષણા કરી છે. અહીં અત્યાર સુધી 8 લોકોના મોત નીપજ્યા છે. મોરક્કોમાં 5 નવા કેસ સાથે કુલ સંખ્યા 63 થઈ છે. ફિલીસ્તીનમાં ત્રણ નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા 47 થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યુ કે તુર્કીનુ સૌથી મોટુ શહેર ઈસ્તંબુલમાં ગયા અઠવાડિયા દરમિયાન કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ઈસોપ્રોપિલ આલ્કોહોલ પીવાના કારણે કુલ 20 લોકોના મોત થઈ ગયા અને 34 અન્ય હોસ્પિટલમાં ભરતી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 7 થઈ