અમેરિકામાં ફરી તેજીથી વધવા લાગ્યા કોરોના સંક્રમણના મામલા, એક્સપર્ટની ચિંતા વધી
ન્યૂયોર્કઃ આખું વિશ્વ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે, આ મહામારીથી સૌથી વધુ અમેરિકા ત્રસ્ત થયું છે, જ્યાં અત્યાર સુધીમા કોરોના વાયરસના 89 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે, સંક્રમણના મામલા પર અમેરિકા શીર્ષ સ્થાને છે, વેબસાઈટ વર્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધી 80 લાખ 62 હજાર 783 મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે 2 લાખ 37 હજાર 45 લોકોના મોત થયાં છે, જ્યારે 58 લાખ 33 હજાર 824 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે, યૂએસમાં હાલ 28 લાખ 97 હજાર 914 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 હજાર 611 લોકોની હાલત ગંભીર છે. ગત 24 કલાક દરમ્યાન એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 83 હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે.
અમેરિકામાં વધતા કોરોનાના કેસે ફરી એકવાર નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી છે માટે ફ્લોરિડામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોના જન્મદિવસના અવસર પર પાર્ટીઓ ના કરે અને વીકેન્ડ મનાવવા માટે પણ મોડી રાત સુધી પાર્ટીઓ ના કરે, બધી બાબતો સંક્રમણને વધારે છે, જ્યારે દક્ષિણી ડકોટામાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે 30 ઓક્ટોબર સુધી તમામ બિન જરૂરી યાત્રા અને બિન જરૂરી કામકાજ બંધ રહેશે.
India-US 2+2 talk: ભારત-યુએસ વચ્ચે રક્ષા સમજૂતી BECA પર લાગશે મ્હોર, સેનાને થશે ફાયદો
ટ્રાયલમાં વૃદ્ધો પર પણ વેક્સીન અસરકારક જણાઈ
હાલ આ દરમ્યાન ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી સકારાત્મક સમાચાર આવ્યા છે, એસ્ટ્રેજેનેકા તરફથી કહેવામાં આવ્યું કે ટ્રાયલમાં વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક જણાઈ છે. કોરોના સંક્રમણથી યુવાઓના મુકાબલે વૃદ્ધોને વધુ ખતરો માનવામાં આવે છે. ઑક્સફોર્ડની કોરોના વેક્સીનના ટ્રાયલમાં વૃદ્ધોમાં પ્રતિરક્ષા પેદા કરવામાં સફળ રહી છે. જેને એક મોટી સફળતા કહેવામાં આવી રહી છે.