Coronavirus: ડેલી શોપના શૂટિંગમાં નો કિસિંગ, નો ટચિંગ, કિસ સીન બાદ બિમાર પડ્યા એક્ટર્સ
કોરોના વાયરસના કારણે લોકો પોતપોતાની રીતે સાવચેતી રાખી રહ્યા છે. પરંતુ હવે આ કોરોના વાયરસના કારણે એ દર્શકોની મુશ્કેલીઓ વધી ગઈ છે જે લેટ નાઈટ ટીવી પર બોલ્ડ સીરિઝવાળા શો જોવા ટેવાયેલા છે. સેન્ટ્રલ ચીનના વુહાનમાં ટીવી ડ્રામા શોના શૂટિંગને બંધ કરી દેવામાં આવ્યુ છે. વુહાન જ આ મહામારીનુ કેન્દ્ર બતાવવામાં આવી રહ્યુ છે. જો કે તાઈવાનમાં શૂટિંગ ચાલુ છે પરંતુ સ્ટેશન ઘણા પ્રકારી સાવચેતીઓ રાખી રહ્યા છે. તાઈવાનમાં એક્ટર્સને એકબીજા સાથે ઈન્ટીમેટ સીન શૂટ કરવામાં ઘણા પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.

વાયરસ ફેલાવાનો ડર
યુનાઈટેડ ડેલી ન્યૂઝ તરફથી આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે એ ડરથી કે વાયરસ ફેલાઈ શકે છે, એક્ટર્સને એકબીજાની નજીક આવતા રોકી દેવામાં આવ્યા છે. ફૉરમોસા ટીવી પર આવતા ગોલ્ડન સિટી આનુ સૌથી મોટુ ઉદાહરણ છે. આ શોની એક્ટ્રેસ મિયા ચ્યુને એક્ટર જુન ફ્રૂ ને કિસ કરવાનો સીન શૂટ કરવાનો હતો. બસ એક સેક્ડના આ સીન બાદ જ તેને ઓકે કરી દેવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સીન લાંબો થવાનો હતો.

એક્ટરે કર્યુ સ્વાગત
સીનમાં બંનેના ઈમોશનલ મોમેન્ટનો બતાવવાના હતા. ચ્યુએ સીનને નાનો રાખવાના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. તેણે કહ્યુ કે તે લાંબિ કિસ આપતા પહેલા ખૂબ ડરેલી હતી. આના બદલે તેનેબસ હળવો કિસ સીન જ શૂટ કરવો પડ્યો. વધુ એક ટીવી સીરિયલ જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે સ્વીટ ફેમિલી. ઈસ્ટર્ન બ્રૉડકાસ્ટિંગ કંપની તરફથી પ્રોડ્યુસ થતા આ શો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સીરિયલમા કિંગવન વાંગ છે. તાઈવાનના ટીવી સ્ટેશને કહ્યુ છે કે ઈન્ટીમેટ સીનને ભીડભાડવાળા વિસ્તારોમાં શૂટ કરવાનુ ટાળી રહ્યા છે.

ક્રૂ મેમ્બર્સને અપાયા માસ્ક
આ ઉપરાંત ક્રૂ મેમ્બર્સને શૂટિંગના સમયે માસ્ક પણ આપવામાં આવ્યા છે. વળી, ઈ-ટેલિવિઝન પર આવતા વંડર વુમનમાં પણ હવે બસ થોડા કિસ સીન બચ્યા છે.આ શોના એક સીનને ખૂબ નજીકથી શૂટ કરવામાં આવ્યો હતો. સીનમાં એક્ટર વેસ લો એક્ટ્રેસ એવિસ ઝોંગથી બસ 10 સેન્ટીમીટર દૂર હતી. શૂટિંગના સમયે લોને તાવ હતો અને થોડી મિનિટો બાદ જ ઝોંગને પણ તાવ આવી ગયો.

તબિયત ખરાબ હોવા પર શૂટિંગ બંધ
લોએ મજાકમાં કહ્યુ કે તેણે શૂટિંગ વખતે અભિનેત્રીથી થોડા દૂર રહેવુ જોઈતુ હતુ. આ દરમિયાન સિંગાપોરના મીડિયાકૉર્પે જણાવ્યુ છે કે શૂટિંગ ચાલુ રહેશે. પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલ નિર્દેશોને અનિવાર્ય રીતે માનવા પડશે. મીડિયાકૉર્પે કહ્યુ છે કે જો એક્ટર્સની તબિયત ઠીક ન હોય તો પછી શૂટિંગ નહિ થાય.
આ પણ વાંચોઃ 'કોરોના વાયરસ'થી બાળકોને બચાવવા માટે તેમને શીખવાડો હાઈજીનની આ ટિપ્સ