• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Coronavirus: કોબરા સાપના કારણે ચીનમાં ફેલાઈ રહ્યો છે જોખમી વાયરસ, મેડિકલ એક્સપર્ટનો દાવો

|

બેઈઝિંગઃ ચીનનો ખતરનાક વાયરસ હવે અમેરિકા સુધી પહોંચી ગયો છે. મંગળારે અમેરિકાના સિએટલમાં 30 વર્ષનો યુવક આ વાયરસથી સંક્રમિત જણાયો. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાનમાં આ વાયરસ ફેલાવવાનું સૌથી મોટું કારણ ચીની કરૈત અને કોબરા છે અને તેના કારણે જ આ વખતે શિયાળામાં લોકોએ આ વાયરસનો શિકાર થવું પડ્યું છે. અત્યાર સુધી આ વાયરસના કારણે નવ લોકોના જીવ ચાલ્યા ગયા છે. અમેરિકામાં આ વાયરસથી પીડિત એક દર્દી પણ મળી આવ્યો છે.

વુહાનની બજારમાં વેચાય છે સાપ

વુહાનની બજારમાં વેચાય છે સાપ

આ સાપ વુહાનમાં સી-ફૂડના છૂટક બજારમાં મોટી માત્રામાં વેચાય છે. વુહાનની હોલ સેલ માર્કેટ બંધ કરતા પહેલા સાપનું વેચાણ પણ ભારે થયું હતું. હુબઈ પ્રાંતના વુહાનની થોક માર્કેટમાં જ આ વાયરસના જડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીએનએનના એક રિપોર્ટ મુજબ વુહાનની બજારમાં વેચાતા કરૈત જેને તાઈવાની અથવા ચીની કવૈત કહેવાય છે, તે સાપોની ઘણી ઝેરીલી પ્રજાતિ છે. આ સાપ સેન્ટ્રલ અને સદર્ન ચીન ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયામાં પણ મોટી સંખ્યામાં મળી આવે છે. આ ડિસેમ્બર 2019માં પહેલીવાર આ વાયરસના કારણે બીમારીનો પહેલો કેસ નોંધાયો હતો. વુહાન, સેન્ટ્રલ ચીનની ઘણી આબાદી વાળું શહેર છે. જે બાદથી ઘણી તેજીથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે. હવે ચીનની સીમાથી નિકળી વાયરસ અમેરિકા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ચૂક્યો છે.

કોરોના વાયરસ નામ કેમ પડ્યું

કોરોના વાયરસ નામ કેમ પડ્યું

ચીનમાં સાઈન્ટિસ્ટે દર્દીઓમાં મળતા વાયરસના સેમ્પલ લીધા હતા. જે બાદ વાયરસના જેનેટિક કોડનો પતો લાગી શક્યો છે. માઈક્રોસ્કોપની મદદથી તેની ફોટો પણ લેવામાં આવી છે. આ વાયરસ 2004માં ચીન અને હોંગકોંગમાં સીવિયર એક્યૂટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ અને મિડલ ઈસ્ટમાં મિડિલ ઈસ્ટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ એટલે કે માર્સ ફેલાયો હતો તે વાયરસથી સંબંધિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી નવા કોરોનાવાયરસને Coronavirus 2019-nCoV નામ આપવામાં આવ્યું છે. આ વાયરસને આ નામ તેના આકારના કારણે આપવામાં આવ્યું છે. આ વાયરસ કોઈ ક્રાઉન એટલે કે તાજની જેમ જોવા મળે છે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી જોવા પર તેનો શેપ જાણી શકાય છે.

ઈન્ફેક્શનના લક્ષણ શું છે

ઈન્ફેક્શનના લક્ષણ શું છે

આ વાયરસનું ઈન્ફેક્શન થયા બાદ પીડિત વ્યક્તિ બીમાર થઈ જાય છે અને તેને શ્વાસ લેવા સંબંધિત બીમારી થાય છે. શ્વાસ લેવામાં બિલકુલ એવા પ્રકારે જ તકલીફ થાય છે જેવી કે શરદી તાવના સમયે થતી હોય. કોરોના વાયરસના ઈન્ફેક્શનને કારણે નાકથી પાણી નિકળતું રહે છે, કફની ફરિયાદ રહે છે, ગળામાં ખારાસ રહે છે અને તાવની સાથે જ માથાનો દુખાવો પણ થાય છે. આ લક્ષણ કેટલાક દિવસો સુધી રહી શકે છે. જે લોકોની રોગ પ્રતિરોધાત્મક ક્ષમતા કમજોર છે જેવા કે વૃદ્ધ અને બહુ નાના બાળકો, તેમનામાં આ વાયરસથી ઈન્ફેક્ટેડ થવાની આશંકા ઘણી વધુ છે. વાયરસના કારણે હળવા અને ગંભીર બંને જ પ્રકારના શ્વાસની બીમારીઓ જેવી કે ન્યૂમોનિયા અથવા બ્રોકાઈટિસ થઈ શકે છે.

કોઈ નિશ્ચિક ઈલાજ નથી

કોઈ નિશ્ચિક ઈલાજ નથી

આ વાયરસનો કોઈ નિશ્ચિત ઈલાજ નથી. લક્ષણ ખુદબ ખુદ જ જાય છે. ડૉક્ટર્સ માત્ર તાવ અથવા દર્દની દવા આપે છે. નિષ્ણાંતો મુજબ કમરાને હુંફાળો રાખનાર યંત્ર એટલે કે હ્યૂમિડફાયર અથવા પછી ગરમ પાણીનો શાવર ખરાબ ગળા અને કફથી રાહત અપાવી શકે છે. ખૂબ પાણી પીવો, આરામ કરો અને જેટલું બની શકે તેટલું ઊંઘો. જો લક્ષણ શરદી તાવથી વધી જાય તો પછી ડૉક્ટર પાસે જવામાં વિલંબ ના કરતા. આ વાયરસના શિકાર હોય તેવા લોકોને મળવાનું ટાળો. તમારી આંખો, નાક, મોઢું અડવાથી બચો. દર 20 સેકન્ડ્સમાં તમારા હાથને સાબુ અને પાણીથી સાફ કરો. જો તમે બીમાર હોવ તો ઘરે જ રહો, ભીડથી બચો અને બીજા લોકોનો સંપર્ક ઓછો કરો. જ્યારે પણ છીંક આવે ત્યારે તમારું મોઢું અને નાક ઢાંકી લો.

મણિપુર-ઈમ્ફાલમાં IED ધમાકો, સુરક્ષાબળોએ વિસ્તારને ઘેર્યો

English summary
Coronavirus spread in china because of cobra snake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X