For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ભારતને આપ્યા 21 કરોડ રૂપિયા, 64 દેશોને પણ કરી મદદ

અમેરિકાએ શુક્રવારે કોરોના વાયરસ સામે ચાલી રહેલી જંગ માટે 174 મિલિયન ડૉલરની મદદનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાએ શુક્રવારે કોરોના વાયરસ સામે ચાલી રહેલી જંગ માટે 174 મિલિયન ડૉલરની મદદનુ એલાન કર્યુ છે. અમેરિકા તરફથી 64 દેશોમાં આ મદદ આપવામાં આવશે. ભારતને પણ આમાંથી 2.9 મિલિયન ડૉલરની મદદ મળશે. આ રકમ ભારતીય રૂપિયામાં 21 કરોડ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મદદની ઘોષણા કરવામાં આવી છે. કયા દેશને કેટલી આર્થિક મદદ અમેરિકા તરફથી દુનિયાના ઘણા વિભાગો અને એજન્સીઓ કરાતી મદદનો હિસ્સો છે. આમાં અમેરિકાની સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)ને અપાતી મદદ પણ શામેલ છે.

trump

અમેરિકી વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતને 2.9 મિલિયન ડૉલરની મદદ લેબોરેટરી સિસ્ટમ તૈયાર કરવા, કેસ ફાઈન્ડીંગ્ઝ અને સર્વિલાંસ માટે આપવામાં આવી છે. સાથે જ આ રકમથી ટેકનિકલ એક્સપર્ટને તૈયારી અને પ્રતિક્રિયામાં મદદ મળશે. વિદેશ વિભાગ મુજબ છેલ્લા 20 વર્ષોથી અમેરિકા તરફથી ભારતને આરોગ્ય ક્ષેત્રમાં મદદ મળી રહી છે. ભારત ઉપરાંત 1.3 મિલિયન ડૉલર શ્રીલંકાને, 1.8 મિલિયન ડૉલર નેપાળ, 3.4 મિલિયન ડૉલર બાંગ્લાદેશને અને પાંચ મિલિયન ડૉલરની મદદ અફઘાનિસ્તાનને આપવામાં આવી છે. શુક્રવારે અમેરિકામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 100,000ને પાર પહોંચી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ તે દરેક અમેરિકી નાગરિકનુ ધ્યાન રાખશે અને સાથે દુનિયાના બીજા દેશોની મદદ પણ કરશે.

આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકની અંદર 149 નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ 873 કેસઆ પણ વાંચોઃ દેશમાં 24 કલાકની અંદર 149 નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ 873 કેસ

English summary
Coronavirus: US to give 174 million dollar aid to 64 Countries to battle Covid 19, India gets 2.9 million dollar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X