સૌથી ઉંચા પિરામિડ પર કપડાં ઉતારી કપલે કર્યું આવું કામ, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ મિસ્રમાં પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓમાં હડકંપ મચી ગયો. વાત એમ છે કે હાલ સોશિયલ મીડિયા પર એક વિદેશી કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગીઝાના ગ્રેટ ખુફૂ પિરામિડની ટોચ પર ચઢીને ન્યૂડ થઈ સંબંધ બાંધી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ મિસ્રની પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓના હોશ ઉડી ગયા અને તુરંત મામલામાં કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હવે પોલીસ અને પ્રશાસનિક અધિકારી વીડિયો દ્વારા કપલની ઓળખાણ કરવામાં લાગી ગયા છે.

વાયરલ થયો ત્રણ મિનિટનો વીડિયો
સીએનએનના અહેવાલ મુજબ આ વીડિયો રાત્રે અંધારામાં બનાવવામાં આવ્યો છે. ત્રણ મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદેશી કપલ ગીઝાના ગ્રેડ ખુફૂ પિરામિડ ઉપર ચઢી રહ્યાં છે. બેકગ્રાઉન્ડમાં કાહિરાની આકાશગંગા જોવા મળી રહી છે. જેવું આ વિદેશી કપલ પિરામિડની ટોચ પર ચઢી જાય છે, કે મહિલા પોતાનો શર્ટ ઉતારે છે અને બાદમાં બંને ન્યૂડ થઈ શારીરિક સંબંધ બાંધે છે. આ વીડિયો વાયરલ થતાં મિસ્રમાં વિવાદ છેડાયો છે.

હડકંપ મચ્યો, તપાસના આદેશ
જણાવી દઈએ કે મિસ્રમાં ગીજાના ગ્રેટ ખુફ પિરામિડ ઉપર ચઢવું પ્રતિબંધિત છે. સ્ટેટ મીડિયા અહરમ ઓનલાઈન મુજબ આ વીડિયો સામે આવ્યા બાદ મિસ્રના પુરાતત્વ મંત્રી ખાલિદ અલ-અનાનીએ મામલાની તપાસ પ્રૉસિક્યૂટર જનરલને સોંપી છે. એમણે જણાવ્યું કે પિરામિડ ઉપર આવી રીતે વીડિયો બનાવવો સાર્વજનિક નૈતિકતાના નિયમોનું ઉલ્લંઘન છે. ખાલિદે જણાવ્યું કે આ વીડિયો અને ઘટનાની તપાસ એટર્ની જનરલને સોંપી દેવામાં આવી છે, દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ફોટોગ્રાફર એન્ડ્રિયાસ એચવીડે વીડિયો પોસ્ટ કર્યો
સ્ટેટ મીડિયા અહરમ ઓનલાઈન આ વિશે જાણકારી આપે છે કે ડેનિશ ફોટોગ્રાફર એન્ડ્રિયાસ એચવીડે ગત બુધારે આ વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કર્યો હતો. એન્ડ્રિયાસ એચવીડ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, જે પોતાના સોશિયલ અકાઉન્ટ્સ પર વિશ્વભરની વિવિધ જગ્યાઓની તસવીરો પોસ્ટ કરે છે. ક્યારેક તેમની તસવીરોમાં ન્યૂડિટી પણ હોય છે. મિસ્રના કાનૂન મુજબ પિરામિડ ઉપર ચઢવું દંડનીય અપરાધ છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે દેશના કાયદા અને રૂઢિવાદી સમાજને અરીસો બતાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.