For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એચઆઇવીથી બચાવી શકે ગાયનું દૂધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hiv-logo
મેલબોર્ન, 18 ઑક્ટોબર: ગાયનું દૂધ એચઆઇવીને દૂર ભગાવશે. જી હાં આ સાચી છે. ઑસ્ટ્રેલિયામાં થયેલા એક રિસર્ચથી આ વાતનો ખુલાસો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાયના દૂધને સરળતાથી એક એવી ક્રિમમાં બદલી શકાય છે જે માણસને એચઆઇવીથી બચાવી શકે.

મેલબોર્ન યુનિવર્સિટીના ચીફ આસિસ્ટન્ટ મેરિટ ક્રેમસ્કીને રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે પ્રેગનેન્ટ ગાયને એચઆઇવી પ્રોટીનનું ઇજેક્શન આપવામાં આવ્યું, તો હાઇ લેવલની રોગ પ્રતિરોધક ક્ષમતાવાળુ દૂધ આપ્યું જે નવજાત વાછરડાને બિમારીથી બચાવે છે. ગાય દ્રારા વાછરડાને જન્મ આપ્યા બાદ પ્રથમ વખત આપવામાં આવેલા 'કોલોસ્ટ્રમ' કહેવામાં આવ્યું.

હેરાલ્ડ સનની રિપોર્ટના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકોની યોજના આ દૂધને ક્રીમમાં બદલ્યાં પહેલાં પ્રભાવ અને સુરક્ષાનો ટેસ્ટ કરવાનો છે. આ ક્રીમ પુરૂષોને યૌન સંબંધ બાંધતી વખતે વાયરસથી બચાવે છે. પ્રભાવિત સેલ્સને દૂધ સાથે મિશ્રિત કર્યા બાદ વૈજ્ઞાનિક આ વાયરસને ફેલાવતો અટકાવવામાં સફળ રહ્યાં છે.

ક્રેમસ્કીએ જણાવ્યું હતું કે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે આ સૌથી સસ્તો અને સરળ રસ્તો છે. તેમને કહ્યું હતું કે કોન્ડોમ સસ્તો અને સરળ ઉપાય છે. પરંતુ જ્યાં દર વર્ષે લાખો લોકો આ બિમારીથી પ્રભાવિત થઇ રહ્યાં છે ત્યારે આ વિકલ્પ બની શકે તેમ નથી. ખાસ કરીને સાઉથ અમેરિકા અને અમેરિકામાં સેક્સ દરમિયાન સ્ત્રીઓને એમ કહેવાની આઝાદી નથી કે આપણે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.

ક્રેમસ્કીએ કહ્યું હતું કે આવા સમયે આ દૂધ એચઆઇવીને રોકવા માટેનો આ સૌથી સસ્તો અને સરળ ઉપાય બની શકે છે.

English summary
Cows' milk can be potentially developed into affordable creams that can help protect humans against HIV, a study has claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X