ખતરનાક સિરિયલ કિલર, બળાત્કાર પછી હત્યા, 93 મહિલાઓને શિકાર બનાવી
દુનિયાનો સૌથી ખૌફનાક સિરિયલ કિલર. પોતાની સનક અને હવસ માટે 93 મહિલાઓની હત્યા કરી નાખી. આ ક્રૂર હત્યારાને પોતાના કર્મો પર બિલકુલ અફસોસ નથી. પોલીસ જ્યારે તેની પૂછપરછ કરે છે, તો તે હસતા હસતા વાત કરે છે. તપાસ એજન્સીએ સોમવારે ખુલાસો કર્યો કે આ સિરિયલ કિલરે 43 મહિલાઓની હત્યા કબૂલી છે. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું છે કે તેણે અન્ય 50 મહિલાઓની પણ હત્યા કરી છે. પહેલા તે મહિલાઓ સાથે ઓળખાણ કરતો, પછી રેપ કરતો અને છેલ્લે ગળું દબાવીને હત્યા કરી નાખતો. હત્યારો પહેલા બોક્સર હતો, પરંતુ ડ્રગ અને દારૂની લતે તેને ગુનેગાર બનાવી દીધો. ડ્રગ માટે તેણે પહેલા નાની મોટી ચોરી કરી. ખરાબ આદતોને કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકાયો. બાદમાં તે આવારાગર્દી કરવા લાગ્યો. છેલ્લે ઘર છોડીને રખડવા લાગ્યો. હત્યાના આરોપમાં તેને ત્રણ વાર સજા થઈ છે. હાલ તે ઉંમરકેદની સજા કાપી રહ્યો છે.

માણસના રૂપમાં રાક્ષસ
અમેરિકાના ઓહિયોમાં રહેતો સૈમુઅલ લિટિલ માણસના રૂપમાં રાક્ષસ છે. તેની ઉંમર 79 વર્ષ છે. સોમવારે અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી, ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને પોતાની લાંબી તપાસ અને નિવેદનોને આધારે કહ્યું છે કે સૈમ્યુઅલ લિટિલ અમેરિકાના ઈતિહાસનો સૌથી ખતરનાક સિરિયલ કિલર છે. તેણે 1970થી 2005 વચ્ચે 93 હત્યાઓ કરી છે. અમેરિકાના 19 રાજ્યોમાં ફરી ફરીને તેણે પોતાના શિકાર શોધ્યા. FBIએ 93માંથી 50 મહિલાઓના સ્કેચ પણ જાહેર કર્યા છે, જેને સેમ્યુઅલે પોતાનો શિકાર બનાવી હતી. તેમાંથી મોટા ભાગની મહિલાઓ ગરીબ અને અશ્વેત સમુદાયની હતી. તે પોતે પણ ગરીબ અને અશ્વેત સમુદાયનો છે. તેણે પોતાના લોકો પર પણ રહેમ ન કર્યો.

મર્ડર બાદ પુરાવા નહોતો છોડતો સેમ્યુઅલ
1970ના દાયકામાં સૈમ્યુઅલ સારું શરીર સૌષ્ઠવ ધરાવતો હતો. 6 ફૂટ અને 3 ઈંચ લાંબા સેમ્યુઅલે બોક્સિંગમાં પણ કરિયર બનાવવાના પ્રયત્નો કર્યા. પરંતુ શિસ્ત ન હોવાને કારણે અને ખરાબ આદતોને કારણે તે રિંગમાં ટકી ન શક્યો. તેને ડ્રગ્સની આદત પડી ચૂકી હતી. નશાની જરૂરને પૂરી કરવા તે ધીરે ધીરે ગુનાખોરી કરવા લાગ્યો. તેનું સારુ શરીર સૌષ્ઠવ તેને આમાં કામ લાગ્યું. બોક્સ હોવાને કારણે તે પોતાની તાકાતથી લોકોને હરાવી શક્તો હતો. તે એટલો મજબૂત હતો કે એક જ હાથે કોઈનું ગળુ દબાવી શક્તો હતો. કેટલાક વર્ષો બાદ તે મહિલાઓને શિકાર બનાવવા લાગ્યો. તેણે પોતાના શિકાર માટે ક્લબ, પબ, બાર, રેસ્ટોરન્ટ, ડિસ્કોથેક આસપાસ ફરવા લાગ્યો. તે નશામાં ધૂત મહિલાઓ પર નજર રાખતો હતો. મહિલાઓ સાથે વાતો કર્યા બાદ તે મહિલાને પોતાની કારની પાછલી સીટ પર લઈ જતો, બાદમાં બળાત્કાર કરીને તેનું ગળું દબાવી દેતો. પોલીસને લાશ તો મળતી પરંતુ હત્યારાનો કોઈ પુરાવો નહોતો મળતો.

ચાલાક હત્યારો સેમ્યુઅલ
સેમ્યુઅલ એટલો ચાલાક હતો કે તે ગુનો કર્યા બાદ કોઈ પુરાવો નહોતો છોડતો. જ્યારે તેની પર 93 મહિલાઓની હત્યા અને બળાત્કારનો આરોપ લાગ્યો તો તેણે પોતાને રેપિસ્ટ ગણાવવાની ના પાડી દીધી. પરંતુ 1976ની એક ઘટનાએ તેને બળત્કારી સાબિત કરી દીધો. અમેરિકાના મિસૌરી રાજ્યના સેન્ટ લુઈસ શહેરમાં એક રાત્રે પામેલા સ્મિથ નામની મહિલા અચાનક જ ઘરનો દરવાજો ખખડાવતા ખખડાવતા બૂમો પાડવા લાગી. ઘરના માલિકે જ્યારે દરવાજો ખોલ્યો તો મહિલાના કપડા અસ્તવ્યસ્ત હતા. કમર નીચે તેણે કશું નહોતું પહેર્યું. તેના હાથ વીજળીના તારથી બાંધેલા હતા. તે ખૂબ જ ડરેલી હતી. ઘરનો દરવાજો ખોલનાર વ્યક્તિએ પામેલાને આશરો આપ્યો, પોલીસને જાણ કરી. પામેલાએ પોલીસને કહ્યું, તે જ્યારે રોડ પર જઈ રહી હતી, ત્યારે સેમ્યુઅલ લિટિલ નામના વ્યક્તિએ તેને કિડનેપ કરી. તેની સાથે બળાત્કાર કર્યો, પરંતુ તે બચીને ભાગી ગઈ. પામેલા ડ્રગ એડિક્ટ હતી. આ કેસમાં સેમ્યુઅલને ફક્ત ત્રણ જ મહિનાની સજા મળી હતી. કારણ કે તે મહિલા નશાખોર હતી.

44 વર્ષ બાદ ફૂટ્યો સેમ્યુઅલના પાપનો ઘડો
સેમ્યુઅલ 16 વર્ષની ઉંમરમાં પહેલીવાર જેલમાં ગયો હતો. તે કાયદાના દાવપેચ જાણી ચૂક્યો હતો. હત્યા મામલે પોલીસને તેના વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા નહોત મળા. તે અમેરિકાના લોસ એજલસ, કેલિફોર્નિયા, મિસૌરી, ફ્લોરિડા સહિત 11 રાજ્યોમાં 36થી વધુ વાર જેલમાં ચઈ ચૂક્યો છે. પણ આખરે ઉંટ પહાડની નીચે આવી જ ગયું. 2012માં જ્યારે કેન્ટુકી રાજ્યમાં તેની ધરપકડ થઈ તો તેના પાપનો ઘડો ફૂટી ગયો. જેલમાં DNA તપાસ બાદ ખુલાસો થયો કે તેણે 1987થી 1989 વચ્ચે ત્રણ મહિલાઓની હત્યા કરી છે. 2014માં તેને ઉંમર કેદની સજા થઈ. અન્ય બે મામલે પણ તેને ઉંમર કેદની સજા થઈ. સિરીયલ કિલર તરીકે તેણે 1970માં આતંક મચાવવાની શરૂઆત કરી હતી. પણ તેને પહેલી સજા 2014માં મળી. હવે લગભગ 50 વર્ષ બાદ મેરિકન તપાસ એજન્સી FBIએ સેમ્યુઅલને સૌથી ખૌફનાક સિરિયલ કિલર ગણાવ્યો છે.
મુસ્લિમ મહિલાઓનુ શોષણ કરવા આ રીતો અપનાવે છે ચીન, પીડિતાએ સંભળાવી આપવીતી