ક્યૂબામાં તોફાને મચાવી તબાહી, 3નાં મોત અને 172 લોકો ઘાયલ
નવી દિલ્હીઃ ક્યૂબામાં તોફાનની ઝપેટમાં આવી જવાથી 3 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે 172થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. તોફાન હવાનાના તટ પર ટકરાયા બાદ ભારે તબાહીના અહેવાલ આવી રહ્યા છે. મેક્સિકોની ખાડીથી ઉઠેલ આ તોફાનને પગલે ક્યૂબાના કેટલાય શહેરોમાં ભારે તબાહી મચી છે. ક્યૂબાના રાષ્ટ્રપતિ ડિયાઝ કનાલે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ તોફાનમાં 3 લોકોનાં મોત થયાં છે.

ક્યૂબામાં આવ્યું વાવાઝોડું
તેમણે ત્રણ નાગરિકોના મત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે દેશ માટે આ અઘરો સમય છે. જ્યારે તોફાન બાદ જે તસવીરો સામે આવી રહી છે, તે અતિ ભયંકર છે. મકાનથી લઈ દુકાનો સુધી બધું જ બરદાદ થઈ ગયું છે. ભારે વરસાદ તેજ ઝડપે ચાલી રહેલ પવનોએ ક્યૂબાના લોકોની મુશ્કેલી વધારી દીધઈ છે.

તોફાને તબાહી મચાવી
કેટલાય શહેરોમાં વિજળીની આપૂર્તિ ઠપ થઈ ગઈ છે. લોકોએ પણ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેટલાય શહેરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તા અને ઘરની બહાર ઉભાં વાહનો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે. કેટલાંય મહાનો જમીનદોસ્ત થયાં હોવાના અહેવાલ છે જેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

અગાઉ પણ તબાહી મચાવી ચૂક્યું છે આ વાવાઝોડું
60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવાઓની સાથે જ થઈ રહેલ વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. જણાવી દઈએ કે હવાનામાં અગાઉ પણ તોફાને ભારે તબાહી મચાવી હતી જ્યારે 20થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ડિસેમ્બર 1940માં વિનાશકારી તોફાનમાં 20 લોકોનાં મોત થયાં અને ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ થઈ ગયા હતા.