VIDEO: દલાઇ લામાએ કહ્યું જો મહિલા સુંદર ના હોય તો તેનો કોઇ ઉપયોગ નથી
બૌદ્ધ ધર્મગુરુ અને પોતાને મહિલા અધિકારોના હિતરક્ષક ગણાવનારા દલાઇ લામાએ આ વખતે મહિલાઓને લઇને એવુ વિવાદીત નિવેદન આપી દીધુ છેકે જેની આશા લોકો સપનામાં પણ ન રાખી શકે.
બીબીસીના સંવાદદાતા સાથે વાતચીત દરમ્યાન દલાઇ લામાએ એક પ્રશ્નનો જવાબ આપીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે. તેમણે જણાવ્યું છેકે જો કોઇ મહિલા તેમના ઉત્તરાધિકારી તરીકે હશે તો તેણે 'ખૂબ, ખૂબ આકર્ષક' હોવું પડશે નહીંતર તે 'કંઈ ખાસ કામમાં' નહીં આવે.
બીબીસીના સંવાદદાતાએ તેમને પૂછ્યું હતુ કે શું કોઇ મહિલા તેમના સ્થાને ધર્મગુરૂ બની શકે છે. જવાબમાં દલાઇ લામાએ કહ્યુ હતુ કે ચોક્કસ બની શકે, પણ તે મહિલાનું સુંદર અને હૉટ હોવુ ખુબ જરૂરી છે. જો તે સુંદર અને આકર્ષક નહીં હોય તો તે તેનું કામ સારી રીતે નહીં કરી શકે અને તેની વાત કોઇ નહીં સાંભળે.
"જો મહિલા સુંદર નહીં તો તેનો કોઇ યુઝ નથી"
દલાઇ લામાની વાત સાંભળીને સંવાદદાતાના હોશકોશ ઉડી ગયા હતા. એટલે સંવાદદાતાએ ફરી પૂછ્યુ કે શું ખુબ જ સુંદર હોવી જોઈએ? એટલે ફરી એકવખત દલાઇ લામાએ જણાવ્યું હતુ કે હા, ખુબ જ સુંદર હોવી જોઇએ નહીંતર તે ખાસ કઇ નહીં કરી શકે. લોકો પર તેના કહેવાની કોઇ અસર નહીં રહે અને આમ, કહેતા તેમણે ગાલ પર હાથ પણ રાખ્યો હતો.