સેક્સુઅલ જ્ઞાન માટે શાળામાં બતાવવી જોઇએ પોર્ન ફિલ્મો!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ડેનમાર્ક, 7 એપ્રિલ: પોર્ન ફિલ્મો જે પ્રકારે લોકોની વચ્ચે શારીરિક સંબંધો વિશે જે પ્રકારની સમજ વિકસિત કરી રહી છે તે ખૂબ જ ખતરનાક છે. આ ખતરાને જોતા ડેનમાર્કના એક કોલેજના પ્રોફેસરે પોર્ન ફિલ્મોને ક્લાસમાં વિદ્યાર્થીઓની સામે બતાવીને વાસ્તવિક અને કૃત્રિમ શારીરિક સંબંધો વચ્ચેના ભેદને સમજાવવાની વાત કહી છે.

    ડેનમાર્કની પ્રોફેસર ક્રિશ્ચિયન ગ્રોગાર્ડનું કહેવું છે કે શારીરિક શિક્ષણના નામ પર વિદ્યાર્થીઓને નીરસ રીતે નિરોધના ઉપયોગને સમજાવવું નિરર્થક છે. તેમણે જણાવ્યું કે આ નીરસ શિક્ષાના સ્થાને વિદ્યાર્થીઓને પોર્ન ફિલ્મો બતાવીને તેમને યોગ્ય રીતે શારીરિક શિક્ષણ આપી શકાશે.

    sex education
    અલબોર્ગ યુનિવર્સિટીમાં ભણાવનારી ક્રિશ્ચિયનનું કહેવું છે કે જો કિશોર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવતી રીતોને અપનાવવાનો પ્રયાસ કરે છે તો તેમના માટે તે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. તેનાથી થનાર નુકસાનથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા જરૂરી છે.

    જ્યારે હાલમાં જ યૂકેના શિક્ષણ સચિવ નિકી મોર્ગને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ સાથે જોડાયેલ અન્ય જાણકારીઓ જેમકે સેક્સ સ્ટિંગ અને પ્રતિશોધ સેક્સ અંગે અવગત કરાવવા જોઇએ. જોકે તેમણે ક્લાસરૂમમાં પોર્ન ફિલ્મ બતાવવાની વાત ન્હોતી કહી.

    હાલમાં જ એનયૂએસ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ સેક્સુઅલ સંબંધી માહિતી માટે પોર્ન ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓને સેક્સ સંબંધિત તેમની જિજ્ઞાસાઓ અને સવાલોના જવાબ તેમને ક્લાસરૂમમાં નથી મળતા.

    English summary
    Schools Should Show Students Porn, Says Danish Professor, Professors demands this to give students right knowledge of sex.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more