For Daily Alerts
ડેવિડ કેમરૂને મોદીને કહેવડાવ્યું- 'Welcome to Britain'
લંડન, 28 ઓક્ટોબર: નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારથી દુનિયાભરના દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોએ તેમને શુભેચ્છા પાઠવી છે અને તેમને પોતાના દેશમાં આવવા માટે નિમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી ભૂતાન, નેપાળ, બ્રાઝિલ, અમેરિકાની યાત્રા કરી ચૂક્યા છે. બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટેન આવવાનું નિમંત્રણ મોકલ્યું છે. બ્રિટેનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે કેમરૂન ખૂબ જ ઉત્સુક દેખાઇ રહ્યા છે.
કેમરૂન વિદેશી લીડરોની લિસ્ટમાં પહેલા એવા નેતા હતા, જેમણે લોકસભા ચૂંટણીમાં મળેલી ભારે જીત બાદ મોદીને સૌથી પહેલા શુભેચ્છા પાઠવી હતી. અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં કેમરૂને જણાવ્યું કે 'મોદીને યૂકે આવવા માટે અમારી તરફથી ખુલ્લુ નિમંત્રણ છે. તેના માટે અમારા ડિપ્ટી પીએમ, વાઇસ ચાંસેલર અને વિદેશ સચિવ પણ ભારત ગયા અને વડાપ્રધાન મોદી સાથે તેમણે મુલાકાત પણ કરી છે.'
સાથે જ તેમણે જણાવ્યું કે વડાપ્રધાન તરીકે હું ત્રણ વાર ભારત જઇ આવ્યો છું અને આગળ પણ જવા ઇચ્છું છું, પરંતુ અમારા તરફથી વડાપ્રધાન મોદી માટે ઓપન ઇંવીટેશન છે અને અમે તેમનું જોરદાર સ્વાગત કરવા ઇચ્છીએ છીએ.
બ્રિટેનમાં વર્ષ 2015માં ફરીથી યોજાનાર ચૂંટણી માટે કેમરૂન ત્યાં વસતા ભારતીય મૂળના લોકોને લુભાવવાની કોશીશ કરી રહ્યા છે અને તેમના માટે તે ઓ ઘણી ઇંવેટ્સનું આયોજન પણ કરી રહ્યા છે. કેમરૂન બેંને દેશોની વચ્ચે મજબૂત સંબંધ બનાવવા માંગે છે. તેની પર તેમણે જણાવ્યું કે 'અમે બંને દેશ મહાન લોકતંત્રનો ભાગ છીએ અને અમારી સામે આવનાર પડકારો પણ એક સમાન છે. અમને સારા અર્થતંત્ર ગ્રોથની જરૂરીયાત છે અને વ્યાપારમાં વધારે રોકાણ કરવા માંગીએ છીએ.'
સાથે જ કેમરૂને ભારત-પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દે કોઇ હસ્તક્ષેપ નહીં કરવાના પણ સંકેત આપી દીધા છે. કેમરૂને જણાવ્યું કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. તેમાં કોઇ પણ દેશે હસ્તક્ષેપ ના કરવો જોઇએ.