For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Davos World Economic Forumમાં મોદીએ કહ્યું ભારતનો અર્થ જ વેપાર છે

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હાજરી. વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભાગ લેવા પહોંચેલ પીએમ અહીં વેપારીઓ સાથેની મુલાકાતમાં શું કહ્યું જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મીટિંગમાં ભાગ લેવા દાવોસ પહોંચેલા પીએમ મોદીએ દુનિયાની ટોપ બિઝનેસ કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી હતી. જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારતનો અર્થ જ વેપાર થાય છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગ્લોબલ બિઝનેસ ખુબ જ આકર્ષક અવસરે ઉપલ્બધ છે. પીએમ મોદીએ દુનિયાને ભારતના ગ્રોથની વાત જણાવી. પીએમ મોદીએ સાથે જ આ મીટિંગમાં વિજય ગોખલે, એસ જયશંકર અને રમેશ અભિષેક સમેત તમામ વરિષ્ઠ અધિકારીઓ અહીં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ આ મીટિંગમાં વૈશ્વિક કંપનીઓ 40 અને ભારત 20 મુખ્ય કાર્યકારી અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. આ રાઉન્ડ ટેબલ મીટિંગનું નામ ઇન્ડિયા મીન્સ બિઝનેસ રાખવામાં આવ્યું છે.

davos

ઉલ્લેખનીય છે કે વિશ્વ આર્થિક મંચ (WEF)ની 48મી બેઠક છે. આ બેઠક પહેલા પીએમ મોદીએ સ્વિટઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવા પર નેતાઓએ ચર્ચા કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટની આ મુલાકાત પછી પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે દાવોસ પહોંચીને મને સ્વિસ કન્ફેડરેશનના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે વાતચીત કરી. અમે દ્વીપક્ષીય સહયોગની સંભાવનાઓની સમીક્ષા કરી અને તેને મજબૂત કરવા વાત કરી. સ્વિટઝર્લેન્ડના રાષ્ટ્રપતિ બર્સેટે પીએમ મોદી સાથે ચર્ચા કર્યા પછી કહ્યું કે તેમણે ભારતને દુનિયાના સૌથી મોટા અને જૂના લોકતંત્ર ગણાવ્યું. સાથે જ પીએમ સાથે વાતચીત માટે આભાર વ્યક્ત કરીને સંબંધ મજબૂત કરવા મામલે ભાર મૂક્યો.

English summary
Davos World Economic Forum 2018: Modi says India means business. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X