• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા, ભારતે ઊઠાવ્યો વાંધો

|

લંડન, 11 સપ્ટેમ્બર: ભારત સરકારે બ્રિટેનના સાંસદોની 'કાશ્મીરમાં રાજનૈતિક અને માનવીય સ્થિતિ' પર ગુરુવારે ચર્ચા કરવાની યોજના પર વાંધો ઉઠાવ્યો છે.

રેમીડિયાના અહેવાલ અનુસાર, ભારતે આ પગલાને કાશ્મીરમાં ભારતની ભૂમિકાની એક ટિકા કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. ભારતે આ પગલાને આ વિસ્તારમાં તેની સંપ્રભુતા પર સવાલ ઊભા કરવા પણ જણાવ્યું છે. મજાની વાત એ છે કે જે સમયે કાશ્મીર છેલ્લા 100 વર્ષોના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે, તે જ સમયે ત્યાની સ્થિતિ પર ચર્ચા કરાવવામાં આવી રહી છે.

લિબરલ ડેમોક્રેટિક સાંસદ ડેવિડ વાર્ડે ચર્ચા કરાવવાની માંગ કરી છે, જેમાં સરકારની સાથે જ પ્રવક્તા પણ ભાગ લેશે. હાઉસ ઓફ કોમન્સમાં વોર્ડ બ્રેડફોર્ડ ઇસ્ટનું પ્રતિનિધિ કરે છે. બ્રેડફોર્ડ સિટી બ્રિટેનમાં પાકિસ્તાની મૂળના લોકોનું સૌથી મોટું રહેણાંક વિસ્તાર માનવામાં આવે છે. આ પહેલા પણ આવા લોકો પોતાના સાંસદો પર કાશ્મીરને લઇને દબાણ બનાવી ચૂક્યા છે.

અત્રે ચર્ચા હાઉસ ઓફ કોમન્સના મુખ્ય ગૃહમાં નહીં થાય, પરંતુ બ્રિટિશ સંસદની કમિટિ રૂમમાં આયોજિત કરાશે. પરંતુ તેના સબ્જેક્ટ અધિકૃત રૂપથી નોંધવામાં આવશે. ભારતીય સ્વતંત્રતા સેનાની સરત બોસસની 125મી જયંતિના અવસર પર સપ્તાહના અંતમાં આયોજિત એક સમારંભને સંબોધિત કરતા બ્રિટેનમાં ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર વીરેન્દ્ર પૉલે એવું કહીને મુશ્કેલીમાં મૂકી દીધા, 'સમય સમયે અમે એવું જોયું છે કે સમાજના કેટલાંક વર્ગમાં એવી ટેંડેંસી છે, જે આપણા મજબૂત સંબંધોમાં નથી.' તેમણે એક પ્રકારે ચેતવણી આવી, 'આપણે નજર રાખવાની જરૂર છે અને આ પ્રકારના પ્રયાસોથી સાવધાન પણ રહેવાનું છે.'

English summary
Britain's House of Commons will hold a special debate on the state of human rights in Kashmir on Thursday, a move that has seriously irked India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X