ટ્રમ્પે અમેરિકી ચૂંટણીમાં હાર બાદ વ્હાઈટ હાઉસને પોતાનું બંકર બનાવ્યું?
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને વ્હાઈટ હાઉસમાં બંધ કરી લીધા છે. સીએનએનના રિપોર્ટ મુજબ 3 નવેમ્બર બાદથી અત્યાર સુધી પ્રેસિડેન્ટ તરફથી કોઈ પબ્લિક ઈવેન્ટનું આયોજન નથી થયું. ટ્રમ્પ માત્રને માત્ર સવારે ગોલ્ફ રમવા માટે જ વ્હાઈટ હાઉસની બહાર નીકળે છે.
એટલું જ નહિ ટ્રમ્પ પોતાની ઓવલ ઑફિસમાં પણ બપોર પછી જ આવે છે અને સાંજ સુધી રહે છે. એટલું જ નહિ થેંક્સગિવિંગ પર રજા પર જવાનો પ્લાન પણ તેઓ કેંસલ કરી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસના એક અધિકારી મુજબ ટ્રમ્પનો વર્તાવ બંકર મેંટાલિટી જેવો લાગે છે. જણાવી દઈએ કે ચૂંટણીમાં જો બિડેનની જીતનો ટ્રમ્પે સ્વીકાર નથી કર્યો અને તેઓ કાનૂની ઉપાયોથી પરિણામને પડકાર ફેંકી રહ્યા છે.
એક અધિકારીના હવાલેથી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગત એક અઠવાડિયામાં કેટલાય મહત્વના અવસર પર પ્રેસિડેન્ કંઈ ના બોલ્યા. ઈજિપ્તમાં પીસ કીપિંગ મિશનમાં અમેરિકી લોકોના મોતનો મામલો હોય કે પછી ઈરાકથી સુરક્ષાબળોની વાપસીના બહુપ્રતીક્ષિત પ્લાનનું એલાન હોય, કોઈપણ અવસર પર પ્રેસિડેન્ટ ખુદ સામે નથી આવ્યા અને કંઈ કહ્યું પણ નથી.
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બોલ્યા- હું ચૂંટણી જીત્યો
સીએનએનના રિપોર્ટ મુજબ ટ્રમ્પ હાલ પોતાની લીગલ ટીમ સાથે મંથન કરતા વધુ વ્યસ્ત જોવા મળે છે, જેઓ બીજીવાર મતગણતરીને લઈને કાનૂની દાવપેચ અજમાવી રહ્યા છે. ચૂંટણી પરિણામના એલાન બાદથી અમેરિકાના વધારે પડતા સહયોગી દેશોના મુખ્યા જો બિડેનને ફોન પર શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. એવામાં ટ્રમ્પે કોઈ વિદેશી પ્રમુખ અથવા તો નેતા સાથે વાત નથી કરી. છેલ્લે ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈનુઅલ મેંક્રો સાથે તેમની વાતચીત 30 ઓક્ટોબરના રોજ થઈ હતી.