For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમામાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, સ્ટાફનો ડીએનએ ટેસ્ટ

અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક હોસ્પિટલમાં છેલ્લા 14 વર્ષથી કોમામાં પડેલી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક હોસ્પિટલમાં છેલ્લા 14 વર્ષથી કોમામાં પડેલી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. હવે આ હોસ્પિટલના દરેક પુરુષકર્મીનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. ડીએનએ કરાવવા માટે પોલીસે સર્ચ વોરંટ જાહેર કર્યું છે. આ હેરાન કરતી ઘટના એરિઝોનામાં હસીએનડા સ્કિલડ નર્સિંગ ફેસેલીટીમાં થઇ છે, જે ફિનિક્સમાં આવેલી છે. હોસ્પિટલના સીઈઓ ઘ્વારા આ ઘટના પછી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ડીએનએ ટેસ્ટ કરાવવાનું સ્વાગત કરે છે.

hospital

હોસ્પિટલ મેનેજમેન્ટ આ ઘટનાથી હેરાન

આ ઘટનાએ હોસ્પિટલ મેનેજમેન્ટના હોશ ઉડાવી દીધા છે. તેમને સમજ જ નથી આવી રહ્યું કે આખરે આવું કેવી રીતે થયું. શનિવારે આ મહિલાને દર્દ થયું અને તેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. કોઈને પણ આ બાબતે ખબર ના હતી કે મહિલા ગર્ભવતી છે. જયારે તેને દર્દથી ચીસો પાડી ત્યારે લોકોને ખબર પડી. પરંતુ કોઈ નથી જાણતું કે આખરે તેની સાથે આવી હરકત કોને કરી. હોસ્પિટલના એક કર્મીએ પોતાનું નામ નહીં બતાવવાની શરત પર કહ્યું કે સ્ટાફને નથી ખબર કે પીડિતાના રૂમ શુ ચાલી રહ્યું હતું. જે નર્શે ડિલિવરી કરાવી તેને કહ્યું કે મહિલાએ બાળકને જન્મ આપ્યો છે અને તે પુરી રીતે સ્વસ્થ છે. એરિઝોના સ્વસ્થ વિભાગને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પોલીસ સાથે તપાસમાં પુરી મદદ કરે.

આ પણ વાંચો: જાપાનના આ ગામમાં 5 બાળકો પેદા કરવા પર 2 લાખ રૂપિયા મળી રહ્યા છે

English summary
DNA test of male employees after giving birth to child by comatose woman in Arizona, US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X