55 કલાક અને 3 ઓપરેશન બાદ અલગ થઈ દિમાગથી જોડાયેલ બે બહેનો
લંડનઃ પાકિસ્તાનની બે વર્ષની જુડવા બાળકીઓને અલગ કરવામાં લંડન સ્થિત હોસ્પિટલના ડૉક્ટર્સે સફળતા હાંસલ કરી. લંડનના ગ્રેટ ઑરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલના ડૉક્ટર્સે જન્મથી દિમાગથી જોડાયેલ આ બાળકીઓને 55 કલાક સુધી ચાલેલ ઓપરેશન બાદ અલગ કરવામાં સફળતા હાંસલ કરી. બે વર્ષની જુડવા બાળકીઓના નામ સફા અને મારવા ઉલ્લાહ છે, જે અવિશ્વસનીય રીતે એકબીજી સાથે જોડાયેલી જન્મી હતી. હાલ ઑપરેશન બાદ બંને સ્વસ્થ છે.

જન્મથી જ દિમાગથી જોડાયેલ હતી બંને બહેનો
બે વર્ષની બંને બાળકીના લાંબા સમય સુધી ચાલેલઓપરેશનની સફળતા બાદ ગ્રેટ ઑરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલે પ્રેસ રિલીઝ દ્વારા આ વાતની જાણકારી આપી. જાણકારી મુજબ પ્રત્યેક 2 મિલિયન નવા જન્મતા બાળકોમાંથી માત્ર એક મામલો જ જુડવા બાળકોનો હોય છે, અને તેમાં માત્ર 5 ટકા જુડવા બાળકો જ મસ્તિષ્કથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. જાણકારી મુજબ, જુડવા બાળકીઓને 19 મહિનાની અંદર લંડન લઈ જવામાં આવી હતી. જ્યાંની સર્જિકલ અને મેડિકલ ટીમે પહેલા પણ 2006 અને 2011માં મસ્તિષ્કથી જોડાયેલ બાળકોને અલગ કર્યાં હતાં, ટીમે આ કેસમાં સફળતા માટે એક વિસ્તૃત યોજના બનાવી કે પછી ખાસ પ્લાનિંગ સાથે બાળકીઓને અલગ કરવામાં સફળતા હાંસલ કરી.

3ડી પ્રિંટિંગ દ્વારા કેસને સમજ્યો
સમગ્ર મામલામા હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે બંને બાળકીનું દિમાગ અને રક્ત વાહિકાઓ એકબીજી સાે જોડાયેલ હતી અને ડૉક્ટર્સે ઓફરેશન પહેલા આ બાળકીઓની સ્થિતિ જાણવા માટે આભાસી પરિકલ્પનાનો ઉપયોગ કર્યો. જેમાં છોકરીઓની શારીરિક રચનાની એક સટીક પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. 3ડી પ્રિંટિંગ દ્વારા આની ગુથ્થીઓ સમજ્યા બાદ ડૉક્ટર્સે આગળની પ્રક્રિયા શરૂ કરી. ન્યૂરોસર્જન નૂર ઉલ ઓવેસી જિલાની અને ક્રૈનિયોફેશિયલ સર્જન ડેવિડ ડુવાનના નેતૃત્વમાં 100 ડૉક્ટર્સની ટીમે 4 મહિનાના સમયમાં ત્રણ મોટાં ઓપરેશન કેટલીય નાની-નાની પ્રક્રિયા દ્વારા આને પૂરું કર્યું.

ઓપરેશન બાદ બંને બાળકી સ્વસ્થ છે
અંતિમ ઓપરેશન 11 ફેબ્રુઆરીએ થયું જે બાદ બંને બાળકીઓને સફળતાપૂર્વક અલગ કરવામાં ડૉક્ટર્સને સફળતા મળી. જે બાદ તેમને 1 જુલાઈએ તેમની માતાને સોંપી દેવમાં આવી. જુડવા બાળકીઓના ઈલાજ માટે એક ઉદાર દાતા તરફથી ખર્ચની ચૂકવણી કરવામાં આવી. પાકિસ્તાનનાચરસદ્દાની જુડવા બાળકીઓનો જન્મ સિજેરિયન ડિલીવરીથી થયો હતો. પહેલું ઓપરેશન ઓક્ટોબર 2018માં કરવામાં આવ્યું હતું. એ સમયે તેમની ઉંમર માત્ર 19 મહિનાની હતી. સંપૂર્ણ રીતે અલગ કરવા માટે અંતિમ ઓપરેશન 11 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવ્યું હતું.
બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી