For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપોરની મોંઘી હોટેલમાં રોકાશે કિમ જોંગ, અમેરિકા બિલ ભરશે

અમેરિકા પાસે કિમ જોંગ ઘ્વારા સિંગાપોરમાં એક એવી હોટેલમાં રોકાવવા માટે માંગ કરી છે, જેનું એક દિવસનું ભાડું 6 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા) છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જૂને મુલાકાત થવા જઈ રહી છે. આ મુલાકાત પહેલા અમેરિકા પાસે કિમ જોંગ ઘ્વારા સિંગાપોરમાં એક એવી હોટેલમાં રોકાવવા માટે માંગ કરી છે, જેનું એક દિવસનું ભાડું 6 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા) છે. આ બિલ અમેરિકાએ ચૂકવવું પડશે. વૉશિન્ગટન પોસ્ટમાં છપાયેલી એક ખબર અનુસાર મુલાકાતના 10 દિવસ પહેલા જ કિમ જોંગના ચીફ ઓફ સ્ટાફ કિમ ચાંગ સન બધી જ તૈયારીઓ માટે સિંગાપોર પહોંચી જશે.

kim jong un

રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયા ઘ્વારા અમેરિકા પાસે સામેથી માંગ કરવામાં આવી હતી કે કિમ જોંગ માટે વ્યવસ્થા કરવામાં આવેલી હોટેલનું બિલ બીજા કોઈ આપે. અહીં પ્રેસિડેન્ટ સુઇટ માટે એક રાતનું ભાડું 4 લાખ રૂપિયા કરતા પણ વધારે છે.

કિમ જોંગ જે હોટેલમાં રોકાવવા માટે જઈ રહ્યા છે તે સિંગાપોરમાં નદી ઉપર બની છે. આ હોટેલ સિંગાપોરની સૌથી અલગ હોટેલ માનવામાં આવે છે. આ હોટેલમાં કિમ જોંગ આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કોઈ પણ જાણકારી આપવામાંથી ઇન્કાર કરી દીધું અને કહ્યું કે તેઓ મહેમાનો વિશે કોઈ પણ જાણકારી આપતા નથી આપતા. મળતી માહિતી અનુસાર આ હોટેલ વર્ષ 1920 દરમિયાન બનીને તૈયાર થઇ હતી. આ હોટેલમાં દુનિયાના મોટા મોટા નેતાઓ રોકાય છે. હાલમાં પીએમ મોદી સહીત દુનિયાના ઘણા મોટા નેતાઓ અહીં રોકાયા હતા.

હજુ સુધી બંને નેતાઓ માટે કોઈ વેન્યુ પણ નક્કી નથી થઇ શક્યો. જલ્દી બંને નેતાઓ માટે વેન્યુ નક્કી કરી દેવામાં આવશે. આપણે જણાવી દઈએ કે બંને નેતાઓ વચ્ચે ઘણી વાતચીત પછી આ મુલાકાત નક્કી થયી છે. પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા મુલાકાત માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ ત્યારપછી તેમને હા પાડી દીધી.

English summary
Donald trump meeting kim jong un luxurious hotel demands in singapore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X