For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પે 3 મોટા પદો માટે મોકલ્યા ભારતીયોના નામ, જાણો કોણ છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રશાસનમાં 3 મહત્વના પદોની જવાબદારી ભારતીય અમેરિકનોને સોંપવાનું મન બનાવી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રશાસનમાં 3 મહત્વના પદોની જવાબદારી ભારતીય અમેરિકનોને સોંપવાનું મન બનાવી લીધુ છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને સીનિયર નોમિનેશન્સનું જે લિસ્ટ મોકલવામાં આવ્યુ છે તેમાં આ 3 ભારતીયોના નામ છે. તમને જણાવી દઈએ કે વ્હાઈટ હાઉસના ડેપ્યુટી સ્પોક્સ પર્સન રાજ શાહે હાલમાં જ ટ્રમ્પ પ્રશાસનને અલવિદા કહી દીધુ છે. ટ્રમ્પ તરફથી આસિસટન્ટ સેક્રેટરી ઓફ એનર્જી (ન્યૂક્લિયર એનર્જી) માટે રીટા બરનવાલ, પ્રાઈવસી એન્ડ સિવિલ લિબર્ટીઝ ઓવરસાઈટ બોર્ડના મેમ્બર માટે આદિત્ય બામજઈ અને નાણા મંત્રાલયના સહાયક માટે બિમલ પટેલનું નામ સેનેટ પાસે મોકલવામાં આવ્યુ છે.

બુધવારે સેનેટને મોકલવામાં આવ્યુ લિસ્ટ

બુધવારે સેનેટને મોકલવામાં આવ્યુ લિસ્ટ

ટ્રમ્પે બહુ પહેલાથી આ 3 નામોનું એલાન કર્યુ હતુ પરંતુ બુધવારે સેનેટ પાસે મોકલેલ લિસ્ટમાં તેમના નામ શામેલ કરવામાં આવ્યા. હજુ સુધી ટ્રમ્પે ઘણા મહત્વના પદો માટે 3 ડઝનથી વધુ ભારતીયોની નિયુક્તિ કરી છે. ટ્રમ્પ તરફથી પહેલી મોટી નિયુક્તિ યુનાઈટેડ નેશન્સમાં અમેરિકી રાજદૂત તરીકે નિકી હેલેની થઈ હતી. ત્યારબાદ ટ્રમ્પે રાજ શાહને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નિયુક્ત કર્યા હતા. જો કે હેલે અને શાહ બંને પ્રશાસને અલવિદા કહી ચૂક્યા છે. બરનવાલ હજુ વર્તમાનમાં ગેટવે ઑફ એક્સેલરેટેડ ઈનોવેશન ઈન ન્યૂક્લિયર (જીએન) ના ડાયરેક્ટર છે.

રીટા બરનવાલ પહોંચશે શક્તિશાળી ઓફિસમાં

રીટા બરનવાલ પહોંચશે શક્તિશાળી ઓફિસમાં

જો સેનેટ તરફથી તેમના નામ પર મહોર લાગશે તો પછી તે પરમાણુ ઉર્જા જેવા શક્તિશાળી વિભાગને સંભાળશે. બરનવાલ ન્યૂક્લિયર ટેકનોલોજી રિસર્ચ અને ન્યૂક્લિયર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જવાબદારી હશે. બરનવાલ આ પહેલા ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ એપ્લીકેશનની ડાયરેક્ટર પણ રહી ચૂકી છે. આ ઉપરાંત તેમણે અમેરિકી નેવી માટે બનનાર રિએક્ટર્સ માટે ન્યૂક્લિય ફ્યૂલ મટીરિયલ પર પણ રિસર્ચ કર્યુ છે.

કોણ છે આદિત્ય બામજેઈ

કોણ છે આદિત્ય બામજેઈ

બામજેઈ યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. તે અસૈન્ય પ્રક્રિયા, પ્રશાસનિક કાયદો, સંઘીય અદાલતો, રાષ્ટ્રીય સુરક્ષા અને કમ્પ્યુટર સાથે જોડાયેલા ગુનાઓ પર લખતા રહે છે. તેમણે આ પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એંટોનિન સ્કેલિયાના લૉ ક્લર્ક તરીકે કામ કર્યુ છે. આ ઉપરાંત તે યુએસ કોર્ટ ઓફ અપીલ્સના જજ જેફ્રી સુટૉન સાથે પણ રહી ચૂક્યા છે. બામજઈના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની સાથે કાયદાકીય સલાહકાર તરીકે કામ કર્યુ. આ ઉપરાંત તે આ વિભાગના નેશનલ સિક્યોરિટી ડિવિઝનમાં પણ કામ કરી ચૂક્યા છે.

બિમલ પટેલ જશે નાણા મંત્રાલયમાં

બિમલ પટેલ જશે નાણા મંત્રાલયમાં

બિમલ પટેલ વર્તમાનમાં ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી ઓવરસાઈટ કાઉન્સિલમાં સહાયક સચિવ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકી નાણા મંત્રાલયને જોઈન કરતા પહેલા બિમલ પટેલ ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ રેગ્યુલેશનલ પ્રેક્ટીસના પ્રમુખ રહી ચૂક્યા છે. પટેલે આ પહેલા ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના બોર્ડમાં રહી ચૂક્યા છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બેંકિંગ રેગ્યુલેશનના એક અંડરગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી છે.

આ પણ વાંચોઃ સ્ટોક માર્કેટઃ સેન્સેક્સ ખુલતા જ 100 પોઈન્ટના વધારા સાથે મજબૂત શરૂઆતઆ પણ વાંચોઃ સ્ટોક માર્કેટઃ સેન્સેક્સ ખુલતા જ 100 પોઈન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત

English summary
US President Donald Trump has nominated three Indian Americans to key administration positions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X