ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપી
વૉશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેવી રીતે અમેરિકાએ ઈરાનના કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનને એર સ્ટ્રાઈકમાં ઠાર માર્યો તે બાદ ઈરાને ખુલ્લી રીતે અમેરિકાને ધમકી આપી દીધી કે તે બદલો લેશે. પરંતુ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે આવું કરતા પહેલા તેઓ વિચારી લે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન કંઈક વધારે જ બોલી રહ્યું છે અને અમેરિકાના ઠેકાણાને નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે. તે પોતાના આતંકી નેતાના મોતનો બદલો લેવા માંગે છે, અમેરિકાએ જે આતંકીને માર્યો તેણે કેટલાય લોકોને ઘાયલ કર્યા, પોતાના જીવનકાળમાં કાસિમ સુલેમાનીએ જેટલા લોકોની હત્યા કરી તેમનો ઉલ્લેખ કરવાની અહીં જરૂરત નથી.

બે દિવસ હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન કોઈપણ અમેરિકી ઠેકાણા પર હુમલો કરે છે તો અમે ઈરાનના 52 ઠેકાણાને નિશાન પર લઈને બેઠા છીએ, જેમાં કેટલાય ઉચ્ચ સ્તરીય અને મહત્વના સ્થળ છે, જે ઈરાનની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ જગ્યા ધરાવે છે. અમે ઘણો તેજ અને સખ્ત હુમલો કરશું. જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાનના બીજા સૌથી તાકાતવર નેતા જનરલ કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં ઠાર માર્યાના એક દિવસ બાદ શનિવારે ફરીથી હવાઈ હુમલો કરી અન્ય 6 લોકોને ઠાર માર્યા હતા.

અમેરિકાની કાર્યવાહી
હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. મરનાર લોકો ઈરાન સમર્થક મલેશિયા પોપ્યુલર મોબીલાઈઝેશન ફોર્સિસના જણાવવામાં આવી રહ્યા છે. ઈરાકી આર્મીના સૂત્રોના હવાલેથી જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ મિલિટિયાના બે વાહનોમાં આગ લાગી ગઈ. આ હવાઈ હુમલામાં આ વાહનોમાં સવાર 6 લોકો જીવતા સળગી ગયા. આ હુમલો સ્થાનિક સમય મુજબ 1:12 વાગ્યે થયો.

યુદ્ધનો ખતરો
સુલેમાનીના મોત બાદ દુનિયામાં યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાને કહ્યું કે તેઓ પોતાના કમાંડરના મોતનો બદલે લઈને રહેશે. આ ખતરાનો અંદાજો લગાવી અમેરિકા દેશમાં વધુ 3000 સૈનિકો મોકલી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ અમેરિકાના રક્ષા વિભાગના અધિકારીએ કહ્યું કે જે 3000 સૈનિકોને ગલ્ફ મોકલવામાં આવી રહ્યા હતા તેઓ 82મા એરબોર્ન ડિવિઝનના છે અને નૉર્થ કેરોલિના સ્થિત ફોર્ટ બ્રેગથી સંબંધ ધરાવે છે.
નનકાના સાહેબ પર હુમલો: ગુસ્સે ભરાયેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ મોટી વાત