ડોનાલ્ડ ટ્રંપ: “આ સત્તા મારી નહીં પણ દેશની જનતા છે”

Posted By:
Subscribe to Oneindia News

રિપબ્લિકન નેતા અને બિઝનેસ ટાયકૂન તેવા ડોનાલ્ડ ટ્રંપ, શુક્રવારે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કૈપિટોલ હિલ ખાતે કડકડતી ઠંડીમાં લગભગ 10 હજાર લોકોની સામે ટ્રંપે શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે ટ્રંપ તેવા પહેલા નેતા છે જે 70 વર્ષની ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિની જવાબદારીઓ સ્વીકારી રહ્યા હોય. ત્યારે આજે શપથ વિધિ પહેલા તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળ્યા હતા.

trum


નોંધનીય છે કે આઠ વર્ષ પછી ટ્રંપના કારણે રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી છે. ડોનાલ્ડ ટ્રંપે નવેમ્બરમાં થયેલા અમેરીકી ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીની મહિલા ઉમેદવાર હિલેરી ક્લિંટનને હરાવી જીત મેળવી હતી. મુખ્ય ન્યાયાધીશ જોન રાબર્ટ્સે ટ્રંપને આ શપથ વિધિ લેવડાઇ હતી. જે પહેલા માઇક પેંસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી હતી.

ટ્રંપે શપથ ગ્રહણ કર્યા પછી અમેરિકાની જનતા અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો આભાર માન્યો હતો.
અને તે પછી ડોનાલ્ડ ટ્રંપે 12 મિનિટનું એક ભાષણ પણ આપ્યું હતું. અમેરિકા ફર્સ્ટના નારા સાથે ભાષણની શરૂઆત કરતા ટ્રંપે જણાવ્યું હતું કે આપણે સાથે મળીને આપણા સપના સાકાર કરીશું અને એક નવા દ્રષ્ટ્રિકોણ સાથે આગળ વધશું.

નોંધનીય છે કે ટ્રંપે શપથગ્રહણ કાર્યક્રમમાં તેમની માતાએ આપેલી બાઇબલ અને અબ્રાહ્મ લિંકને આપેલી બાઇબલનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે ટ્રંપ જ્યાં એક તરફ શપથ લઇ રહ્યા હતા ત્યાં જ બીજી તરફ વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં કેટલાક પ્રદર્શનકારીઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. જે બાદ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે આ શપથ વિધિ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રંપને અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બનવા માટે શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તેમણે શુભકામના પાઠવી હતી કે આવનારા દિવસોમાં અમેરિકા સફળતાની ઊંચાઇઓ આંબે.

ટ્રંપનું ભાષણ

વધુમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આપણે બધા મુશ્કેલીઓ સામે સાથે મળીને લડીશું . તેમણે જણાવ્યું કે અમારી માટે અમેરિકા પ્રથમ છે અમેરિકા વધુ શક્તિશાળી બનશે હવે આપણે ઉત્પાદન વધારીશું. સાથે જ ગરીબી અને બેરોજગારી દૂર કરશું. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધી આપણે બીજાને અમીર બનાવ્યા છે. હવે આપણે અમીર બનીશું. નોંધનીય છે કે શપથવિધિ પહેલા ટ્રંપે ટ્વિટ કરીને કહ્યું હવે મારું કામ શરૂ થશે.

English summary
President Elect Donald Trump to take oath as the 45th US President, who was elected in November.
Please Wait while comments are loading...