• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બકરી ઇદ દરમિયાન હિંસા, 12ના મોત

|

બગદાદ, 27 ઓક્ટોબર: ઇરાકમાં મુસ્લીમોના પવિત્ર તહેવાર બકરી ઇદ દરમિયાન હિંસાની જુદીજુદી ઘટનાઓમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયામાં બકરી ઇદની ઉજવણી ધૂમધામથી થઇ રહી છે.

મીડિયા અહેવાલોમાં પોલીસે આપેલી જાણકારી અનુસાર બગદાદના તાજી શહેરમાં શનિવારે બસમાં થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે. આ ઘટનામાં 12 લોકો ઘાયલ પણ થયા છે.

ડોક્ટરોએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલોની સંખ્યા વધારે હોવાના કારણે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા નથી. બગદાદના મામેલ શહેરમાં બોમ વિસ્ફોટથી ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યું થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.

મોસૂલ શહેરમાં શબાક સમુદાયને નિશાન બનાવી કરવામાં આવેલા એક અન્ય હુમલામાં બે લોકોના મોત થવાના અને 9 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. જ્યારે કિરકુકના તુજ શહેરમાં કારમાં બ્લાસ્ટ થવાથી નવ લોકો ઘાયલ થયા છે.

English summary
Two blasts hit a Baghdad Shi'ite neighbourhood and a bus full of Iranian pilgrims on Saturday, killing at least 12 people on the second day of the Islamic Eid al Adha religious festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X