For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વનો સૌથી ઉંચો 90 ડિગ્રીએ વળેલો ટ્વિસ્ટેડ ટાવર

By Super
|
Google Oneindia Gujarati News

દરરોજ આપણને વિશ્વમાં કંઇક અનોખુ કરવામાં આવ્યું હોય તે અંગે જાણવા મળતું હોય છે, તેમાં પણ ખાસ કરીને જાપાન અને દુબઇ બન્ને વિશ્વને આવું કંઇક અનોખું આપવા માટે જાણીતા છે. વિશ્વની સૌથી ઉંચી ઇમારતની વાત કરવામા આવે તો તે પણ દુબઇમાં બનેલી છે, હવે દુબઇ દ્વારા વધુ એક અનોખી અને શાનદાર ઇમારત વિશ્વ સમક્ષ મુકી છે. આ વખતે દુબઇમાં વિશ્વનો સૌથી ઉંચો ટ્વિસ્ટેડ ટાવર બનાવવામાં આવ્યો છે.

દુબઇમાં વિશ્વના સૌથી ઉંચા ટ્વિસ્ટેડ ટાવરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ અંદાજે 288.3 મિલિયન છે, આ ઉપરાંત આ ટ્વિસ્ટેડ ટાવર દ્વારા અન્ય એક રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો છે. તેની રચના, ઉંચાઇ અને એન્જીનીયર્સ દ્વારા કરવામાં આવેલા કામને ઘણું વખાણવામાં આવી રહ્યું છે.

310 મીટર, રહેવા માટે 75 માળ ધરાવતા આ ટાવરનું નામ કયાન ટાવર છે, આ ટાવરની ખાસીયત એ છે કે તે ઉપરથી નીચે સુધી 90 ડિગ્રીએ વળેલો છે. જેનું ઉદ્દઘાટન ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં દુબઇ મરિના ખાતે કરવામાં આવ્યું છે. આ ટાવરનું નિર્માણ કરનારા ડેવલોપર કયાન રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને ડેવલોપમેન્ટ કંપનીએ જણાવ્યું છે કે, 80 ટકા રહેણાક યુનિટ તો હાલ વેચાઇ પણ ગયા છે.

નોંધનીય છે કે, 2006માં તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેક્નિકલ સમસ્યા અને 2009માં આર્થિક સંકટના કારણે આ ટાવરનું નિર્માણ પાછળ ઠેલાયું હતું. આ ટાવરની ડિઝાઇન શિકાગો સ્થિત સ્કિડમોર ઓવિંગ અને મેર્રિલ દ્વારા કરવામાં આવી છે, આ એ જ છે જેમનું માસ્ટર માઇન્ડ વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફાના નિર્માણ પાછળ છે.

કયાન ટાવર

કયાન ટાવર

દુબઇમાં બનાવવામાં આવેલા આ સૌથી ઉંચા ટ્વિસ્ટેડ ટાવરનું નામ કયાન ટાવર રાખવામાં આવ્યું છે.

ટાવરનો ખર્ચ

ટાવરનો ખર્ચ

આ ટાવરને બનાવવા પાછળનો ખર્ચ અંદાજે 288.3 મિલિયન ડોલર જણાવવામાં આવી રહ્યો છે.

ટાવરની ખાસિયત

ટાવરની ખાસિયત

310 મીટર, રહેવા માટે 75 માળ ધરાવતા આ ટાવરનું નામ કયાન ટાવર છે, આ ટાવરની ખાસીયત એ છે કે તે ઉપરથી નીચે સુધી 90 ડિગ્રીએ વળેલો છે. જેનું ઉદ્દઘાટન ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં દુબઇ મરિના ખાતે કરવામાં આવ્યું છે.

2006માં શરૂ થયું હતું નિર્માણ

2006માં શરૂ થયું હતું નિર્માણ

2006માં તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેક્નિકલ સમસ્યા અને 2009માં આર્થિક સંકટના કારણે આ ટાવરનું નિર્માણ પાછળ ઠેલાયું હતું.

ટાવરની ડિઝાઇન

ટાવરની ડિઝાઇન

ટાવરની ડિઝાઇન શિકાગો સ્થિત સ્કિડમોર ઓવિંગ અને મેર્રિલ દ્વારા કરવામાં આવી છે, આ એ જ છે જેમનું માસ્ટર માઇન્ડ વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફાના નિર્માણ પાછળ છે.

English summary
Dubai has inaugurated the world's tallest twisted tower built at a cost of 288.3 million usd, setting yet another record for skyscrapers and other engineering marvels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X