For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાનથી તેલની આયાત પુરી રીતે રોકી શકે છે ભારત, અમેરિકા કારણ

અમેરિકી દબાવ સામે ભારત સરકાર ઝૂકી રહી છે. ઈરાન સામે નવેમ્બરથી અમેરિકી પ્રતિબંધ પછી ભારતને પોતાના બીજા નંબરના સૌથી મોટા તેલ આયાત દેશ પાસેથી આયાત કરવાનું બિલકુલ બંધ કરવું પડશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી દબાવ સામે ભારત સરકાર ઝૂકી રહી છે. ઈરાન સામે નવેમ્બરથી અમેરિકી પ્રતિબંધ પછી ભારતને પોતાના બીજા નંબરના સૌથી મોટા તેલ આયાત દેશ પાસેથી આયાત કરવાનું બિલકુલ બંધ કરવું પડશે. અમેરિકી પ્રતિબંધો પછી ઈરાન પણ પોતાના સૌથી મોટા ગ્રાહક ભારતને ગુમાવી દેશે, જયારે ભારતને પણ જોરદાર ઝાટકો લાગશે. ભારતની બે સૌથી મોટી તેલ આયાત કરતી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ઘ્વારા નવેમ્બરમાં તેલ આયાત કરવા અંગે ઈરાની કંપનીઓ સાથે હજુ સુધી કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરી.

આ પણ વાંચો: અમેરિકાની દાદાગિરી, ભારતને ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા કહ્યુ

નવેમ્બરમાં તેલ નહીં ખરીદવાનો વિચાર

નવેમ્બરમાં તેલ નહીં ખરીદવાનો વિચાર

બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, નાયરા એનર્જી પણ ઈરાનથી આ વખતે તેલ નહીં ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. જયારે મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ લિમિટેડ કંપનીઓ ઘ્વારા હાલમાં ઈરાનથી તેલ ખરીદવા અંગે કોઈ પણ સ્પષ્ટ માહિતી આપવામાં નથી આવી. આ કંપનીઓ અનુસાર ઈરાનથી તેલ ખરીદવા અંગે થોડા દિવસ રોકાઈને વિચાર કરી શકાય છે. ભારતની તેલ કંપનીઓ ઘ્વારા હાલમાં અધિકારીક રીતે કોઈ પણ માહિતી આપવામાં નથી આવી.

અમેરિકી પ્રતિબંધોને કારણકે દુનિયામાં તેલની કિંમત પર અસર પડશે

અમેરિકી પ્રતિબંધોને કારણકે દુનિયામાં તેલની કિંમત પર અસર પડશે

ઇરાનના તેલ નિયાતથી આવેલી તેજીને કારણે બ્રેટ ક્રૂડ વૈશ્વિક બેન્ચમાર્ક પોતાના ચાર વર્ષના સૌથી ઉપલા સ્તરે 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. અમેરિકી દબાવને કારણે ગ્લોબલ ઓઇલ પ્રાઈઝમાં તેજીને કારણે વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈરાન પર પ્રતિબંધને કારણે દુનિયાની રિફાઇનરી કંપનીઓ બીજા દેશોથી તેલની માંગ કરશે. આખી દુનિયામાં હાલમાં સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત અને રશિયા તેલનું પ્રોડક્શન વધારવાની ક્ષમતા રાખે છે.

ઈરાન માટે ભારત બીજો સૌથી મોટો દેશ

ઈરાન માટે ભારત બીજો સૌથી મોટો દેશ

ઈરાન માટે ભારત બીજો સૌથી મોટો ગ્રાહક છે, જે રોજ 5,77,000 બેરલ તેલ આપે છે. બ્લૂમ્બેર્ગની એક રિપોર્ટ અનુસાર મિડલ ઈસ્ટમાં 27 ટકા તેલનું ઉત્પાદન એકલું ઈરાન કરે છે. ઓઇલ ઈમ્પોર્ટ મામલે સાઉદી આરબ અને ઇરાક પછી ભારત માટે ઈરાન ત્રીજો સૌથી મોટો દેશ છે. એટલું જ નહીં પરંતુ ઓક્ટોબર 2016 દરમિયાન ઈરાન ભારત માટે સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ હતો. અમેરિકાના આદેશ પછી ભારત સાથે સાથે જાપાન, સાઉથ કોરિયા અને યુરોપિયન નેશન પણ ઈરાનથી ઝીરો ઓઇલ ઈમ્પોર્ટ કરશે.

English summary
Due to America's sanctions India to stop oil import from Iran in November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X