મેક્સિકોમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, સુનામીનુ એલર્ટ જાહેર
મેક્સિકોઃ દક્ષિણ મેક્સિકોમાં મંગળવારની રાતે ભૂકંપના ઘણા જોરદાર ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે ઘણી વાર સુધી ઈમારતને ઝટકા લાગતા રહ્યા. રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતાના હતા. ભૂકંપ બાદ લોકોએ બિલ્ડિંગના કંપનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા. અમેરિકી જિયોલૉજિકલ સર્વેએ કહ્યુ કે ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં 7 હતી જેનુ કેન્દ્ર 8 કિલોમીટર દૂર ગુરેરો સ્ટેટના પેબ્લો મેડેરોમાં હતુ. જો કે હજુ સુધી આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.
નેશનલ સિસ્મોલૉજિકલ સર્વિસ(રાષ્ટ્રીય ભૂકંપીય સેવા)નુ કહેવુ છે કે ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે રાજધાનીમાં સેંકડો કિલોમીટર દૂર ઈમારતો હલતી દેખાઈ, લોકો ડરના માર્યા પોત-પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપની એપીસેન્ટર ગ્યુરેરો રાજ્યમાં અકાપુલ્કોના સમુદ્ર તટ રિસૉર્ટથી 14 કિમી દક્ષિણ-પૂર્વમાં હતુ. ભૂકંપ આવ્યા બાદ રહેવાસીઓ અને પર્યટકોને રસ્તા પર મોકલી દેવામાં આવ્યા.