
પાકિસ્તાનના હરનાઈમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0, 15 લોકોના મોત
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા દક્ષિણ પાકિસ્તાનના હરનાઈમાં અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલૉજી તરફથી કહેવામાં આવ્યુ છે કે ભૂકંપ સવારે લગભગ 3.30 વાગે હરનાઈમાં અનુભવાયો છે. વળી, એએફપી અનુસાર આ ભૂકંપમાં 15 લોકોના જીવ ગયા છે. રિપોર્ટ અનુસાર લગભગ 150 લોકો આ ભૂકંપમાં ઘાયલ થયા છે. સાથે જ ઘણા ઘરોને નુકશાન થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા એટલી તેજ હતી કે આસપાસના જિલ્લાઓમાં તેને અનુભવવામાં આવી છે અને ઘણુ નુકશાન થયુ છે.
ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્યમાં પ્રશાસન લાગી ગયુ છે. ક્વેટાથી ભારે મશીનરી વગેરેને રવાના કરી દેવામાં આવ્યા છે. ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હૉસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે ત્યાં વીજળી નથી અને મોબાઈલ ટૉર્ચથી કામ ચલાવવુ પડી રહ્યુ છે. વળી, અધિકારીઓનુ કહેવુ છે કે ભૂકંપની અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી છે, એવામાં ચોક્કસ માહિતી મેળવવી હાલમાં સંભવ નથી.
તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે. જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય તે ઝોનને ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર ટકરાવાથી પ્લેટ્સના ખૂણા વળે છે. જ્યારે વધુ દબાણ થાય ત્યારે આ પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સના કારણે ભૂકંપ આવે છે.