For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપના ભીષણ ઝટકાથી કાંપ્યુ ઈન્ડોનેશિયા, સુનામીની ચેતવણી બાદ ડરમાં છે લોકો

ઈન્ડોનિશિયાના ફ્લોરેસ સી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જકાર્તાઃ ઈન્ડોનિશિયાના ફ્લોરેસ સી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ફ્લોરેસ દ્વીપ પાસે શક્તિશાળી ભૂકંપ બાદ ઈંડોનેશિયાએ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ આખા દ્વીપમાં સનસની ફેલાઈ ગઈ છે અને ભારે જાનમાલના નુકશાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી નુકશાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ઈંડોનેશિયામાં ભૂકંપ

ઈંડોનેશિયામાં ભૂકંપ

જીએફજેડ જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સ(જીએફજેડ)એ કહ્યુ કે આ વર્ષે મેમાં શુક્રવારે ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપના ઉત્તર પશ્ચિમી તટ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગઈ વખતે 2004માં ઈંડોનેશિયામાં ભૂકંપના કારણે સુનામી આવી હતી. 26 ડિસેમ્બર, 2004ના રોજ ઉત્તર-પશ્ચિમ સુમાત્રાના તટ પર 9.1ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામી આવી હતી જેમાં ઈંડોનેશિયા, શ્રીલંકા, ભારત, થાઈલેન્ડ અને નૌમાં 230,000થી વધુ લોકો માર્યા ગયા હતા.

ઈંડોનેશિયામાં આવતા રહે છે ભૂકંપ

ઈંડોનેશિયામાં આવતા રહે છે ભૂકંપ

આમ તો ઈંડોનેશિયામાં પ્રાકૃતિક સુંદરતા લોકોને હંમેશા મોહિત કરતી રહે છે પરંતુ ઈંડોનેશિયા કુદરતી આફતોની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં ઘણી વાર ભૂકંપ અને સુનામી પોતાનો કહેર વરસાવે છે. ભૂકંપ અને સુનામીના કારણે છેલ્લા 20 વર્ષોમાં ઈંડોનેશિયામાં 2.50 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈંડોનેશિયાના મેટ્રોલૉજી હેડ ડાયરનોના જણાવ્યા મુજબ સુલાવેસી દ્વીપ પર અધિકારીઓને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ તે એ પણ જણાવે છે કે સુલાવેસી દ્વીપ ભૂકંપ અને સુનામીની દ્રષ્ટિએ ખૂબ સેન્સિટિવ દ્વીપ છે. હવે સુલાવેસીમાં મોકલેલા અધિકારી પૃથ્વીના એપીસેન્ટરથી નીકળતી સેઝમિક લહેરોનુ અધ્યયન કરવાની કોશિશ કરશે.

પહેલા પણ ભૂકંપ મચાવી ચૂક્યો છે કોહરામ

પહેલા પણ ભૂકંપ મચાવી ચૂક્યો છે કોહરામ

તમને જણાવી દઈએ કે આ પહેલા ઈંડોનેશિયામાં 2004માં અને 2018માં જોરદાર ભૂકંપ આવ્યો હતો. 2018માં આવેલા ભીષણ ભૂકંપમાં લગભગ 4300 લોકોના મોત થઈ ગયા હતા. 2018માં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.5 માપવામાં આવી હતી. વળી, 2004માં ઈંડોનેશિયાએ ભૂકંપનુ સૌથી મોટુ દુઃખ ઝેલ્યુ હતુ. 2004માં ઈંડોનેશિયાની ધરતી ઘણી વાર સુધી ભૂકંપના તેજ ઝટકાથી કાંપતી રહી. 2004માં આવેલા એ ભીષણ ભૂકંપમાં લગભગ સવા બે લાખ લોકોના મોત થઈ ગયા હતા. વળી, લાખો લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. એ ભૂકંપનો ડર આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. 2004માં ભૂકંપની તીવ્રતા 9.1 માપવામાં આવી હતી. વળી, આ વખતે ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે.

English summary
Earthquake magnitude of 7.7 on ricter scale in Indonesia, tsunami warning has been issued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X