આખી દુનિયામાં ફેલાયો છે ઇ-બોલા વાયરસનો આતંક
નવી દિલ્હી, 3 ઑગસ્ટ: આફ્રીકા, અમેરિકા, ચીન અને યૂરોપ સહિત આખી દુનિયામાં ઇ-બોલા વાયરસનો કહેર વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી ભારતે આફ્રીકન દેશોમાં પોતાના સૈનિકોને એલર્ટ કરી દીધા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એબ્લ્યૂએચઓ અનુસાર આ વાયરસ સતત બેકાબૂ બનતો જઇ રહ્યો છે. યૂરોપ અને અમેરિકામાં આ વાયરસને લઇને હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, આ વાયરસના લક્ષણવાળા યાત્રિયોને હવાઇ મુસાફરી નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. ભારત સરકારે પણ શાંતિ સેનાનો ભાગ બનેલા આફ્રીકન દેશોમાં રહેલા પોતાના સૈનિકોને સંભાળ રાખવાની સલાહ આપી છે. ઇ-બોલા વાયરસની ચપેટમાં આવીને ચાર આફ્રીકન દેશોમાં અત્યાર સુધી 729 લોકોના મોત થઇ ચૂક્યા છે. અમેરિકાના બે બીમાર નાગરિકોને દેશ પરત લાવવામાં આવ્યા છે જેથી તેમની સારવાર થઇ શકે.
અમેરિકાએ લાઇબેરિયામાં ઇબોલા વાયરસનો શિકાર બનેલા પોતાના બે નાગરિકોના જીવ બચાવવા માટે ખાસ અભિયાન ચલાવ્યું. અમેરિકાએ લાઇબેરિયામાં હેલ્થ મિશનમાં કામ કરી રહેલા પોતાના નાગરિકોને ત્યાંથી નિકાળવા માટે વિશેષ જેટ વિમાન મોકલ્યું આ વિમાનમાં ખાસ પ્રકારનું એક કંટેનમેંટ બનાવવામાં આવ્યું હતું, જે વાયરસને ફેલાવવાથી રોકે છે. ઇબોલા વાયરસ ચેપી છે તે અડવાથી પણ ફેલાય છે. દર્દીના સંપર્કમાં આવનાર અથવા બોડી ફ્લૂઇડ જેવા કફ, થૂક અથવા પેશાબથી પણ સંક્રમણ થઇ જાય છે.
પશ્ચિમી આફ્રીકન દેશોમાં ખતરનાખ ઇબોલા વાયરસના વધતા ભય પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે દુનિયાના કોઇ પણ ખૂણામાં આ વાયરસને ફેલવાથી રોકવો પડશે. બીજી તરફ ચીનમાં પણ ઇબોલા વાયરસને લઇને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇબોલા વાયરસ સંક્રમણથી પેદા થયેલ ખરાબ હાલાતના કારણે સિએરા લિયોનમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. લાઇબેરિયાના રાષ્ટ્રપતિએ દેશના તમામ શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. વાયરસનો ખતરો જોતા સરકારી કર્મચારીઓએ ઓફીસમાંથી રજા લઇ લીધી છે.
અત્રે નોંધનીય છે કે ઇબોલા વાયરસનો કોઇ ઇલાજ નથી. અને હજી સુધી આના માટે કોઇ વેક્સીન કે રસી પણ બનાવવામાં આવી નથી. આ વાયરસના સંક્રમણના 90 ટકા મામલાઓમાં દર્દીની મોત થઇ જાય છે.