India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સંકટમાં ફસાયેલ શ્રીલંકાના હાલાત બદથી બદતર, પેટ્રોલ પંપની બહાર લાંબી લાઇનો લાગી

|
Google Oneindia Gujarati News

ઐતિહાસિક આર્થિક સંકટમાં ફસાયેલ ભારતના પાડોસી દેશ શ્રીલંકાની સ્થિતિ ઘણી વધુ બગડી ગઈ છે અને શ્રીલંકામાં પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો જોઈ શકાય છે, કેમ કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ ગયાં છે. શ્રીલંકાના અધિકારીઓએ કહ્યું કે, ઈંધણ માટે લાંબી લાઈનોમાં ઈંતેજાર કરતાં શ્રીલંકામાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં છે. શ્રીલંકામાં રોજબરોજનો સામાન બહુ મોંઘો થઈ ચૂક્યો છે અને દુધની કિંમત એટલી વધી ગઈ છે કે લોકો 100-100 ગ્રામ દુધ ખરીદવા પર મજબૂર થઈ ગયા છે.

પેટ્રોલ પંપ બહાર લાંબી લાઇનો લાગી

પેટ્રોલ પંપ બહાર લાંબી લાઇનો લાગી

શ્રીલંકાની વાણિજ્યિક રાજધાની કોલંબોના પોલીસ વિભાગ પ્રવક્તા અનિલ થલ્ડુવાએ રવિવારે કહ્યું કે, દેશના બે વિવિધ ભાગોમાં પેટ્રોલ અને કેરોસીનની પ્રતિક્ષા કરી રહેલા 2 લોકોનાં મોત થયાં છે, જેમની ઉંમર 70 વર્ષની આસપાસ હતી. શ્રીલંકાથી આવી રહેલા રિપોર્ટ મુજબ દેશના કેટલાય ભાગોમાં પાછલા કેટલાય અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી લાઈનો લાગી છે અને શ્રીલંકા પોતાના ઈતિહાસમાં સૌથી ભયાનક આર્થિક સંકટથી પસાર થઈ રહ્યું છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર ખાલી થયા બાદ દરેક સામાનની કિંમત સામાન્ય નાગરિકોની પહોંચથી દૂર થઈ ચૂક્યો છે અને શાકભાજીઓની કિંમત પણ શ્રીલંકામાં 200-300 રૂપિયાને પાર પહોંચી ચૂકી છે.

ઓઇલની કિંમતો વચ્ચે બ્લેકમેઈલિંગ

ઓઇલની કિંમતો વચ્ચે બ્લેકમેઈલિંગ

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, મોટર ચાલકોને પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ સ્ટેશનોની બહાર કલાકો સુધી ઈંતેજાર કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને સરકારે રોલિંગ બ્લેકઆઉટ લગાવ્યા છે, કેમ કે વીજળી ઉપયોગિતા માંગને પૂરી કરવા માટે પર્યાપ્ત વિદેશી ઓઈલની ચૂકવણી કરવામાં અસમર્થ છે. જ્યારે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કેટલાય સ્થાનો પર રસોઈ ગેસ ખરીદવા માટે તેજ ધૂપમાં ઉભેલી કેટલીય મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. પેટ્રોલિયમ જનરલ એમ્પલૉઈઝ યૂનિયને અધ્યક્ષ અશોક રાનવાલાએ કહ્યું, રવિવારે શ્રીલંકાએ ક્રૂડ ઓઈલનો સ્ટોક પૂરો થયા બાદ પોતાની એકમાત્ર ઈંધણ રિફાયનરીમાં કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે દેશના ઉર્જા મંત્રાલય પાસેથી અત્યારે કોઈ ટિપ્પણી આપવામાં નથી આવી.

ઓઇલ અને ગેસની કિંમતો સાતમા આસમાને

ઓઇલ અને ગેસની કિંમતો સાતમા આસમાને

શ્રીલંકામાં મોંઘવારી વધવાની સાથે જ દેશમાં રસોઈ ગેસની કિંમત પણ ખુબ વધી ગઈ છે અને એક રસોઈ ગેસની કિંમત 1500 શ્રીલંકન રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. સિલિન્ડર મોંઘો થયા બાદ લોકો હવે ખાવાનું બનાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરવા માટે મજબૂર થયા છે. જણાવી દઈએ કે શ્રીલંકા જાન્યુઆરી બાદથી તેજીથી મોંઘા ઈંધણ શિપમેન્ટના ચૂકવણી માટે ડૉલર હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને દેશમાં વિદેશી મુદ્રા ભંડાર ફેબ્રુઆરીમાં 2.31 અબજ ડોલર સુધી ગગડી ગયું છે. જ્યારે ફેબ્રુઆરીમાં શ્રીલંકાની મુદ્રાસ્ફીતિ 15.1 ટકા પર પહોંચી ગઈ છે, જે એશિયામાં સૌથી વધુ હતી, જ્યારે ખાદ્ય મોંઘવારી દર વધીને 25.7 ટકા થઈ ગયો છે. આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના કેન્દ્રીય બેંકના રિપોર્ટ મુજબ એક ડોલરના મુકાબલે શ્રીલંકન કરન્સીની વેલ્યૂ 275 થઈ ગઈ હતી, જે ઘણી વધુ છે.

દેવાળું થવાની કગાર પર પહોંચ્યું શ્રીલંકા

દેવાળું થવાની કગાર પર પહોંચ્યું શ્રીલંકા

મજબૂત પ્રેસિડેન્ટ હોવાનો દાવો કરનાર ગોતબાયા રાજપક્ષેના નેતૃત્વમાં બનેલી શ્રીલંકાની સરકાર દેશને બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે અને કોવિડ સંકટની સાથોસાથ બેરોજગારી, મોંઘવારીને સંભાળવામાં શ્રીલંકાની સરકાર ખરાબ રીતે ફેલ થઈ ચૂકી છે. આની સાથે જ સરકારના ખર્ચામાં ઘણો વધારો અને રાજસ્વમાં ઘણો ઘટાડો થવાથી દેશની સ્થિતિ કથડી ચૂકી છે. આની સાથે જ શ્રીલંકા ઉપર વિશાળ દેવાંનો બોજો પણ છે, જેણે ભારતના આ પાડોસી દેશની સ્થિતિ વધુ વિકરાટ બનાવી દીધી છે.

ચીનના દેવાંના બોજામાં ફસાયું છે શ્રીલંકા

ચીનના દેવાંના બોજામાં ફસાયું છે શ્રીલંકા

સૌથી વધુ ખતરનાક વાત એ છે કે શ્રીલંકાએ ચીન પાસેથી વિશાળ લોન લઈ રાખી છે અને ડ્રેગન આ મોકાને છોડવાના મૂડમાં નથી. ચીનની સાથોસાથ જ શ્રીલંકાએ કેટલાય અન્ય દેશો પાસેથી પણ વિશાળ લોન લઈ રાખી છે, આ હિસાબે દેશનો મુદ્રા ભંડાર સૌથી નીચલા સ્તરે આવી ગયો છે અને આ બધાની વચ્ચે સરકાર દ્વારા ઘરેલૂ ઋણો અને વિદેશી બોન્ડ્સની ચૂકવણી કરવા માટે પૈસા છાપવાથી દેશમાં મોંઘવારીનો વિસ્ફોટ થઈ ગયો છે. વિશ્વ બેંકનું અનુમાન છે કે મહામારીની શરૂઆત બાદથી શ્રીલંકામાં 5 લાખ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે, જે ગરીબીથી લડવામાં પાંચ વર્ષની પ્રગતિ ના બરાબર છે.

રાજપક્ષે પરિવારે દેશ બરબાદ કર્યો?

રાજપક્ષે પરિવારે દેશ બરબાદ કર્યો?

પાછલા કેટલાય વર્ષોથી શ્રીલંકાની સત્તા પૂર્ણરૂપે રાજપક્ષે પરિવાર પાસે છે. શ્રીલંકાના પ્રેસિડેન્ટ એક ભાઈ ગોટાભાયા રાજપક્ષે છે, તો દેશના વડાપ્રધાન બીજા ભાઈ મહિન્દ્રા રાજપક્ષે છે અને દેશના નાણામંત્રી ત્રીજા ભાઈ છે. આ પરિવાર પાસે શ્રીલંકામાં અસીમ શક્તિઓ છે અને વિશ્લેષકોનું કહેવું છે કે, રાજપક્ષે પરિવારની ખોટી આર્થિક નીતિઓ અને ચીન સાથે નજીકના નાતાએ દેશને બરબાદ કર્યો છે. કોવિડ મહામારીને કારણે દેશમાં પર્યટન ઉદ્યોગ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે અને વધતા સરકારી ખર્ચ અને રાજસ્વમાં કમી આવવાના કારણે સરકારનો ખજાનો પણ ખાલી થઈ ચૂક્યો છે અને હવે શ્રીલંકા પાસે ખાદ્યાન્ન ખરીદવા માટે પૈસા જ નથી.

રાજપક્ષે પરિવારે ચીનની ઝાળમાં દેશને ફસાવ્યો

રાજપક્ષે પરિવારે ચીનની ઝાળમાં દેશને ફસાવ્યો

શ્રીલંકાની સરકારે દેશને કરજાના ઝાળમાં ફસાવી દીધો છે અને ખાસ કરીને ચીન પાસેથી કરજો લેવાના કારણે હવે દેશની નીતિઓ ઘણી હદે ચીન કંટ્રોલ કરવા લાગ્યું છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ મુજબ શ્રીલંકા ઉપર ચીનનું 5 અબજ ડોલરથી વધુનું લેણું બાકી છે અને પાછલા વર્ષે પણ શ્રીલંકાની સરકારે દેશને આર્થિક સંકટથી બચાવવા માટે ચીન પાસેથી એક અબજ ડોલરની વધુ લોન લીધી હતી, હવે ચીન પાસેથી લીધેલા લેણું ચૂકવવાનો વારો છે, જે ચૂકવવામાં શ્રીલંકા અસમર્થ નિવળ્યું છે. શ્રીલંકન સરકારના રિપોર્ટ મુજબ આગલા એક વર્ષમાં દેશની સરકાર અને દેશના અંગત સેક્ટરને ઓછામા ઓછા 7 અબજ ડોલરનો વિદેશી કરજો ચૂકવ્યો છે, જેમાં 50 કરોડ ડોલરના ઈન્ટરનેશનલ સૉવરેન બોન્ડ પણ સામેલ છે. આ હિસાબે શ્રીલંકા પર દેવાળું ફૂંકવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

English summary
Economic crisis in Sri Lanka worsens with long lines outside petrol pumps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X