• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેનાની દેખરેખ હેઠળ ચૂંટણી ઇચ્છે છે પાક ચૂંટણી પંચ

By Super
|

ઇસ્લામાબાદ, 2 જાન્યુઆરીઃ પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણી સેનાની દેખરેખ હેઠળ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર ફખરુદ્દીન ઇબ્રાહિમે સૂચન આપ્યું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે સામાન્ય ચૂંટણી સંપૂર્ણપણે સેનાની દેખરેખ હેઠળ કરવામાં આવી જોઇએ. ચૂંટણી પહેલા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે બોલાવવામાં આવેલી વરિષ્ઠ સંઘીય અને પ્રાંતિય અધિકારીઓની બેઠકનું અધ્યક્ષતા કરતા ઇબ્રાહીમે સૂચન આપ્યું કે મતદાન કેન્દ્રો પર સશસ્ત્ર સૈનિકો તૈનાત કરવામાં આવવા જોઇએ.

તેમણે કહ્યું કે નીર્ણયોની જાહેરાત સુધી મતદાન કેન્દ્રો પર સૈનિકો તૈનાત રહેવા જોઇએ. પાકિસ્તાનમાં આ વર્ષે એપ્રિલ કે મેમાં સામાન્ય ચૂંટણી થઇ શકે છે. ચૂંટણીને લઇને નિર્વાચન આયોગે ઘણી બેઠકો કરી છે પરંતુ પહેલા વાર હતું કે સુરક્ષાની સ્થિતિને લઇને બેઠક બોલાવવામાં આવી હોય. ઇબ્રાહીમે સંવાદદાતાઓને કહ્યું કે ચૂંટણી નિષ્પક્ષ થવી જોઇએ. સૌથી મોટી સમસ્યા કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનું છે.

તેમણે કહ્યું કે સેના પ્રમુખ જનરલ અશફાક પરવેજ કયાનીએ ભરોસો દર્શાવ્યો છે કે, ચૂંટણી પ્રક્રિયામાં સેના પૂરો સહયોગ કરશે. ચૂંટણી આયોગ તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં રક્ષા સચિવ, ગૃહ સચિવ, ફ્રન્ટિયર કાર્પ અને પાકિસ્તાન રેન્જર્સના પ્રમુખ તથા ચાર પ્રાતોના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
, , election, announce, , , , , ચૂંટણી, જાહેરાત, ,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X