For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇજિપ્તમાં 683 લોકોને એક સાથે ફાંસી સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાહિરા, 28 એપ્રિલ: ઇજિપ્તમાં એક જજે 683 લોકો એકસાથે ફાંસીની સંભળાવી છે. વકીલોનું કહેવું છે કે જે 683 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી તેમાં મુસ્લિમ બ્રધરહુડના નેતા મોહંમદ બદી પણ સામેલ છે.

બદી અને બાકીના લોકો પર 2013માં મીન્યામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. આ બધા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ મુર્સીના સમર્થક છે.

કેસ અને સુનાવણીની ગતિની માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રે ટીકા કરી છે. માનવાધિકાર વૉચના અનુસાર દરેક સુનાવણીમાં કેટલાક કલાકોનો સમય આપવામાં આવ્યો અને કોર્ટે તેમના કેસ રજૂ કરવાના મુદ્દે બચાવ પક્ષના વકીલો અટકાવ્યા છે. કહેવામાં આવે છે કે જેવો ફેંસલો આવ્યો કોર્ટની બહાર રાહ જોઇ રહેલી મહિલાઓ ચૂકાદા બાદ બેભાન થઇ ગઇ.

28-egypt

ગત મહિને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયુક્તે બે સુનાવણીઓની નિંદા કરી અને કહ્યું કે આંતરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ઉલ્લંખન કરવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ મુર્સીને સેના દ્વારા જુલાઇમાં સત્તામાંથી દૂર કરવામાં આવ્યા બાદ હજારો માર્યા ગયા છે અને હજારોની ધરપકડ થઇ ચૂકી છે. આ કોર્ટે ગત વર્ષે 529 લોકોને આપવામાં આવેલી ફાંસીની સજામાં 492ને ઉંમરકેદમાં બદલી દેવામાં આવી.

English summary
Egypt court announces death sentence for 683 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X