For Quick Alerts
For Daily Alerts
સાઇપ્રસ હાઇજેર્ક્સે 4 વિદેશોઓ અને ક્રૂ મેમ્બરને બનાવ્યા બંધક
બુધવારે કેટલાક હથિયારબંધ લોકોએ ઇજિપ્ત એરલાઇન્સની એક ફ્લાઇટને હાઇજેક કરી લીધી છે. ઇજિપ્ત એરલાઇન્સ એસ181 એલેક્ઝેંડ્રિયાથી ઇજિપ્તની રાજધાની કાઇરો માટે રવાના થઇ હતી. આ ફ્લાઇટને સાઇપ્રસના લૈરાંકા એરપોર્ટ પર જબરદસ્તીથી લેન્ડિંગ કરાવવામાં આવી છે.
હાલ જે પ્રાપ્ત થઇ રહેલી માહિતી છે જે મુજબ હાઇજેર્ક્સએ તમામ યાત્રીઓને હાલ મુક્ત કરી દીધા છે અને ખાલી ચાર વિદેશી અને ક્રૂ મેમ્બર્સને જ પોતાના બંધક બનાવ્યા છે. વધુમાં આ ફ્લાઇટમાં એક હથિયારોથી લેસ વ્યક્તિ છે અને ફ્લાઇટમાં બોમ્બ અને બીજા વિસ્ફોટક વસ્તુઓ પણ છે તેવું માનવામાં આવે છે.
ઇજિપ્ત એરે આ વાતની પૃષ્ટી આપી છે કે તેમનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું છે. જો કે અધિકૃત બયાન હજી જાહેર નથી કરવામાં આવ્યું. ત્યારે જુઓ આ વીડિયો જેમાં હાઇજેક કરેલું પ્લેન દેખાય છે.