• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાંગ્લાદેશમાં આઠ માળની બિલ્ડિંગ ઢળી પડતાં 70ના મોત

By Kumar Dushyant
|

ઢાકા, 24 એપ્રિલ: બાંગ્લાદેશની રાજધાનીમાં આઠ માળની એક બિલ્ડિંગ ઢળી પડતાં આજે લગભગ 70 લોકોના મોત નિપજ્યાં છે. મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. ઢાકાના રાણા પ્લાજામાં આવેલા આ બિલ્ડિંગમાં લગભગ 300 દુકાનો હતો. સ્વાસ્થ્ય મંત્રી એ એફ રૂહલ હકે મૃતકોની સંખ્યા 70થી વધુ બતાવી છે.

ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે હજારો લોકો અંદર ફસાયેલા છે અને કદાચ તેમાં કેટલાક લોકો મોતને ભેટી ચૂક્યાં છે. અમે સતત બચાવ અભિયાન ચલાવી રહ્યાં છીએ. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 500 લોકોને ઇજા પહોંચી છે અને તેમની સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં છે.

એક પ્રત્યક્ષદર્શીએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે બિલ્ડિંગમાં તિરાડ જોવા મળી હતી અને લગભગ ખૂણેથી ધ્વસ્ત થઇ ગઇ હતી. ટેલિવિઝન ફૂટેજમાં બચાવકર્મીઓ તળિયે પાણીની બોટલો અને સુકો ખોરાક નાખતાં જોવા મળે છે જ્યાં ઘણા લોકો ફસાયેલા છે.

એક ટીવી ચેનલમાં એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે જોરદાર ધમાકો થયો અને બિલ્ડિંગ ઢળી પડ્યો. બચાવ અને રાહત કાર્યો માટે સેનાના જવાનોને બોલાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન શેખ હસીનાએ અધિકારીઓને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

English summary
AN eight-storey building housing several garment factories collapsed near Bangladesh's capital, killing at least 32 people and trapping many more in the rubble, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X