શેરીમાં નીકળો અને તમને દરેક ઘર સામે વિમાન પાર્ક કરેલા જોવા મળે તો? આવો એવુ ગામ દેખાડીએ
કલ્પના કરો કે તમે કોઈ ગામની મુલાકાતે જાવ અને તે ગામમાં તમને કારની જગ્યાએ શેરીઓમાં વિમાન પાર્ક કરેલા જોવા મળે તો? વાત કલ્પના કરવાની છે પરંતુ આ કોઈ કલ્પના નથી.
કલ્પના કરો કે તમે કોઈ ગામની મુલાકાતે જાવ અને તે ગામમાં તમને કારની જગ્યાએ શેરીઓમાં વિમાન પાર્ક કરેલા જોવા મળે તો? વાત કલ્પના કરવાની છે પરંતુ આ કોઈ કલ્પના નથી. આ દુનિયામાં વાસ્તવમાં એક એવુ ગામ છે જ્યાંની શેરીઓમાં તમને કાર કે બાઈકની જગ્યાએ વિમાન પાર્ક કરેલા જોવા મળશે. આવો તમને આવા ગામની મુલાકાત કરાવીએ.

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં એક રાજ્ય છે કેલિફોર્નિયા. આ રાજ્યમાં એક શહેર છે ફ્રેસ્નો. ત્યાં સ્થિત છે આ ગામ. Sierra Sky Park નામના આ ગામમાં તમે ફરવા નીકળો તો તમને દરેક ઘરની આગળ પાર્ક કરેલા વિમાન જોવા મળે. આ ગામના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યમાં મુકી રહ્યા છે. વાસ્તવમાં આ Sierra Sky Park બનાવવા પાછળનું કારણ કંઈક અલગ છે.
આ Sierra Sky Park ની લીંક છેક બીજા વિશ્વ યુદ્ધ સુધી લંબાય છે. વાત કંઈક એમ છે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકામાં પાયલોટની સંખ્યા 4 લાખ આસપાસ પહોંચી ગઈ હતી. યુદ્ધ પુરુ થયુ તો અનેક પ્લેન નકામા બની ગયા. આ સ્થિતીમાં અમેરિકાના The Civil Aeronautics Administration ને આવાસ કોલોની બનાવીને એર પાર્કનું નિર્માણ કરી દીધુ. ત્યારબાદ ત્યાં ખાલી પડેલા એયરસ્ટ્રીપ્સમાં રિટાયર્ડ આર્મી પાયલોટ રહેવા લાગ્યા.એર પાર્ક કોલોની ફ્લાઈ-ઈન કમ્યુનિટીઝના નામે જાણીતી છે. આ કોલોનીની ખાસ વાત એ છે કે, અહીં તમને દરેક ઘર બહાર એક પ્લેન જોવા મળશે. આ કોલોનીને એવી રીતે બનાવાઈ છે કે, ઘર બહાર આરામથી પ્લેન પાર્ક કરી શકાય. આ કોલોનીની લંબાઈ અને પહોળાઈ વધારે છે, જેથી પ્લેન એક બીજા સાથે ટકરાયા વગર સરળતાથી ઉડાન ભરી શકે.












Click it and Unblock the Notifications
