For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં 'સેંડી' તોફાનનો કહેર, અનેક રાજ્યોમાં ઇમરજન્સી

By Super
|
Google Oneindia Gujarati News

hurricane-sandy
ન્યુયોર્ક, 29 ઑક્ટોબરઃઅમેરિકામાં સેંડી તોફાને ભારે તબાહી મચાવી છે. સેંડી તોફાનના કારણે અમેરિકાના ઘણા રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે. ન્યૂયોર્કમાં સેંડી તોફાનની આશંકાને જોતા ટ્રેન અને બસ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ કોલંબિાય, મૈસાચ્યુસેટ્સ અને ન્યૂયોર્કમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે. તેમણે આ રાજ્યોના ગવર્નરોને સુરક્ષાના પુરતા પગલા ભરવા અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાંથી હટવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તોફાનના કારણે દેશના પૂર્વીય વિસ્તારમાં 6000થી વધારે ઉડાનોને રદ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાંથી અત્યારસુધી સાડા ત્રણ લાખ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારી ઓફીસો અને શાળાને બંધ રાખવામાં આવી છે. અમેરિકાના પૂર્વીય વિસ્તારો ઘણા દશકો પછી આટલા મોટા તોફાન સેંડી સામે લડવા તૈયાર થયા છે. સેંડી ન્યૂયોર્ક, વોશિંગટન અને બોસ્ટનથી સર્વાધિક વસ્તીવાળી વિસ્તાર તરફ આગળ વધી રહ્યો છે.

તોફાનના કારણે અહીં ભારે વરસાદ થવાની સંભાવના છે અને બરફ પણ પડી શકે છે, જેના કારણે હજારો લોકોને ત્યાથી ખસેડીને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવી રહ્યાં છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, તોફાન ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ટૂંક સમયમાં જ આવશે. 14 મહિનામાં બીજી વખત સાર્વજનિક પરિવહનને બંધ કરવામાં આવ્યું છે.

સેંડી તોફાને લોકોને ગયા વર્ષે ઓગસ્ટમાં આવેલા તોફાનની યાદ તાજી કરી દીધી છે. ત્યારે પણ આ પ્રકારે પરિવહન પ્રણાલી બંધ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા હતા અને વિજળી બંધ કરી દેવાના કારણે લાખો લોકોને અંધારામાં રહેવું પડ્યું હતું.

English summary
The US East Coast braced itself to weather one of the worst storms in decades as Hurricane Sandy churned towards the densely populated areas of New York, Washington and Boston and threatened to dump inches of rain and snow, prompting evacuation of thousands of residents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X