મોદીની પ્રચંડ જીત દરમિયાન જે ભારતમાં ન થયું તે કેનેડામાં થયું
કેનેડામાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં સંસદના નીચલા સદનમાં ભારતથી વધારે શીખ સાંસદો ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે કેનેડા અને ભારત બંને જગ્યાએ શીખોની સંખ્યા લગભગ સરખી એટલે કે 2 ટકા છે. પરંતુ કેનેડાની સંસદમાં ચાર-પાંચ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં ભારતમાં જેટલા શીખ સાંસદો ચૂંટાયા તેના કરતા વધુ સાંસદો પહોંચવા એ સકારાત્મક વાત છે. સ્પષ્ટ છે કે હાલના સમયમાં તે રાષ્ટ્રીય રાજકારણમાં શીખોનું પ્રતિનિધિત્વ ભારત કરતા કેનેડામાં વધુ દેખાઈ રહ્યું છે. આમ તો ગત ટર્મમાં કેનેડાની સંસદમાં શીખ સાંસદોની સંખ્યા આટલી જ હતી. ત્યારે ઈન્ડિયન કેનેડિયન સાંસદોની કુલ સંખ્યા 19 હતી, જેમાં એક પણ શીખ નહોતા.

કેનેડાની સંસદમાં ચૂંટાયા 18 શીખ સાંસદો
કેનેડાની સંસદના નીચલા સદન માટે જે ટૂંચણી થઈ તેના પરિણામ 22 ઓક્ટોબરે આવ્યા છે. આ પરિણામમાં 18 શીખ સાંસદો ચૂંટાયા છે. ભારતની લોકસભા ચૂંટણીમાં માત્ર 13 શીખ સાંસદો જ જીત્યા છે. કેનેડાની સંસદ માટે ચૂંટાયેલા 18 શીખ સાંસદોમાંથી 10 ઓન્ટોરિયો, 4 બ્રિટિશ કોલોમ્બિયા, 3 એલ્બર્ટા, 1 ક્યુબેકમાંથી ચૂંટાયા છે. 18માંથી 13 શીખ સાંસદો કેનેડાની લિબરલ પાર્ટીમાંથી, 3 કંઝર્વેટિવ પાર્ટીમાંથી અને 1 એનડીપીની ટિકિટ પર ચૂંટાયા છે. ખાસ વાત એ છે કે કેનેડાની આ ચૂંટણીમાં શીખ નેતા જગમીતસિંહની પાર્ટી નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના 24 સાંસદોના સમર્થનને કારણે જ લિબરલ પાર્ટીની સરકાર ચાલી શકે છે. કારણ કે તેના માત્ર 157 સાંસદો જ જીત્યા છે. એટલે કે જસ્ટિન ટ્રુડોને બીજી વાર પીએમ બનવા માટે એખ શીખ નેતાની મદદની જરૂરિયાત છે.

કોણ છે શીખ સાંસદો, ક્યાંથી જીત્યા છે?
કેનેડાની સંસદ માટે ચૂંટાયેલા 18 શીખ સાંસદોમાં રમેશ સંઘા બ્રેમ્પટૉન સેન્ટરથી લિબરલ પાર્ટીમાંથી ચૂંટાયા છે. મનિંદર સિંધુ બ્રેમ્પટૉન ઈસ્ટથી આ જ પક્ષ તરફથી જીત્યા છે. તો બ્રેમ્પટૉન નોર્થ બેઠક પરથી રુબી સહોટા લિબરલ પાર્ટીના સાંસદ બન્યા છે. બ્રેમ્પટોન સાઉથ પરથી લિબરલ પાર્ટીના સોનિયા સિદ્ધુ ચૂંટમી જીત્યા છે. આ જ રીતે બ્રેમ્પટૉન વેસ્ટથી કમલ ખેડા, મિસિસ્સઉગામાલ્ટનથી નવદીપ બેન્સ, વોટરલુથી બાર્ડિશ છગ્ગર, મિસિસ્સઉગા સ્ટ્રીટ્સવિલેથી ગગન સિકંદ, કિચેનર સેન્ટરથી રાજ સૈની, વાનકુંવર સાઉથથી હરિજીત સિંહ સજ્જન અને ડોરવેલ લૈચિન લૈસાલ્લેથી અંજ ઢિલ્લન પણ લિબરલ પાર્ટીના સાંસદ બન્યા છે. તો મારખમ યુનિયનવિલેથી બૉબ સરોયા, કૈલગેરી ફૉલેસ્ટ લૉનથી જસરાજસિંહ હલ્લન, કૈલગેરી સ્કાયઈવ્યૂથી જગ સહોટા કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે.

લોકસભાની ચૂંટણીમાં જીત્યા 13 શીખ સાંસદો
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે ચૂંટાયેલા 13 સાંસદોમાંથી 10 પંજાબમાંથી ચૂંટાયા હતા, જેમાં મોહમ્મદ સાદિક પણ સામેલ છે. તેઓ ડૂમ સમુદાયના છે, જે અનુસૂચિત જાતિના છે. ગુરુ નાનક દેવજી સંબંધિત સંગીતકાર ભાઈ મર્દાના પણ આ જ સમુદાયના હતા. મોહમ્મદ સાદિકે 2012માં કોર્ટને કહ્યું હતું કે તેઓ 2006થી શીખ ધર્મ માની રહ્યા છે. તેમના નામને કારણે લોકો તેમને મુસ્લિમ સમજે છે. ગત લોકસભા ચૂંટણીમાં જે ત્રણ શીખ સાંસદો પંજાબની બહારથી ચૂંટાયા તેમાંથી બે - એસ.એસ.અહલુવાલિયા અને મેનકા ગાંધી ભાજપમાંથી તો નવનીત કૌર રવિ રાણા સામેલ છે.