For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘બેસી રહેવુ કેન્સર સમાન': એપલના સીઈઓ ટિમ કુક

એપલના સીઈઓ ટીમ કુકે નવી ઓફિસ અને વર્ક પ્લેસના વાતાવરણ પર એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં આઈટી ટેકનોલોજીની સૌથી મોટી ફર્મ છે એપલ અને અહીં કામ કરવુ દરેક યુવાઓનું સપનુ હોય છે. કંપનીએ હાલમાં જ કેલિફોર્નિયામાં નવા હેડક્વાર્ટરનું ઉદઘાટન કર્યુ છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ કે દરેક કર્મચારીને સ્ટેન્ડીંગ ડેસ્ક આપવામાં આવી છે અને આ કર્મચારીઓને ઉભા રહીને કામ કરવાની આદત પાડવાની રહેશે. એપલના નવા હેડક્વાર્ટરના પૂર્વ સીઈઓ સ્ટીવ જૉબ્ઝનું સપનુ હતુ અને આને તેમણે હંમેશા એક ટૉપ સિક્રેટની જેમ રાખ્યુ હતુ.

બેસી રહેવુ કેન્સરથી કમ નથી

બેસી રહેવુ કેન્સરથી કમ નથી

ટિમ કુકે બુધવારે કાર્લયેલ ગ્રુપના ડેવિડ રુબેંસ્ટીનને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે કંપનીએ દરેક કર્મચારીને 100 ટકા સ્ટેન્ડીંગ ડેસ્ક આપી છે. જો તમે થોડી વાર ઉભા ન રહી શકો તો થોડી વાર બેસી જાવ અને પછી ફરીથી ઉભા થઈ જાવ. કુકની માનીએ તો કર્મચારીની આ લાઈફસ્ટાઈલ ઘણી સારી છે. કુકે ઘણા ડૉક્ટરોનો હવાલો આપતા કહ્યુ કે, ‘બેસી રહેવુ એક નવા પ્રકારનું કેન્સર છે.'

એપલ વૉચ કરશે એલર્ટ

એપલ વૉચ કરશે એલર્ટ

ટિમ કુકે વર્ષ 2015 માં ગોલ્ડમેન સેક્સની એક કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ, ‘કંપનીમાં ઘણા લોકો પાસે એપલ વૉચ છે અને કલાકની 10 મિનિટ પહેલા બધાને ઉભુ થવાનુ રહેશે અને થોડી વાર ચાલવાનું રહેશે.' તેમની માનીએ તો આ આદત પડતા થોડો સમય લાગશે પરંતુ તે તમારા માટે સારુ છે. સ્ટેન્ડીંગ ડેસ્ક પણ કંપનીમાં દરેક કર્મચારીને નહિ મળે. તે એપલના એ લકી કર્મચારી માટે હશે જે નવા હેડક્વાર્ટર પર કામ કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે એપલનું નવુ હેડક્વાર્ટર પાંચ બિલિયન ડૉલરથી પણ વધુ કિંમતનું છે.

કેવુ છે એપલનું નવુ હેડક્વાર્ટર

કેવુ છે એપલનું નવુ હેડક્વાર્ટર

એપલનું નવુ હેડક્વાર્ટર જેને એપલ પાર્ક પણ કહેવામાં આવે છે તે કોઈ સ્પેસશીપ કે વીંટી જેવુ દેખાય છે અને આના નિર્માણમાં હરિયાળીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કેમ્પસમાં વિવિધ પ્રકારના ફળોના વૃક્ષ છે. અહીંના કાફેમાં લંચ અને ડિનરમાં આ જ ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત હેડક્વાર્ટર પર એક વિશાળ જીમ પણ છે અને સાથે જ વર્કર્સને નવા હેડક્વાર્ટર સુધી લાવવા અને જૂના હેડક્વાર્ટર પર લઈ જવા માટે શટલ સર્વિસ પણ છે. નવા અને જૂના હેડક્વાર્ટર વચ્ચે માત્ર 10 મિનિટનું અંતર છે.

English summary
Everyone working at Apple gets a new standing desk because CEO Tim Cook feels sitting is a cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X