For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલદીવના સસ્પેંડેડ રાષ્ટ્રપતિ નશીદે ભારતીય દૂતાવાસમાં શરણ લીધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohamed-nasheed
માલેદીવ, 13 ફેબ્રુઆરી: માલદીવમાં હોદ્દા પરથી હટાવવામાં આવેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ નશીદે પોતાની વિરૂદ્ધ કોર્ટ દ્રારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ રાજધાની માલે સ્થિત ભારતીય દૂતાવાસમાં શરણ લીધી છે. ત્યારબાદ હુલ્લડ વિરોધી પોલીસે દૂતાવાસ ભવનને ઘેરી લીધું છે.

તેમની ધરપકડના આદેશ બાદ બુધવારે બપોરે 1 વાગે નશીદ ભારતીય દૂતાવાસ ચાલ્યા ગયા હતા. સમાચારો મુજબ નશીદ દૂતાવાસમાં ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે જ્યારે પોલીસે દૂતાવાસના આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરી દિધી છે.

10 ફેબ્રુઆરીએ નશીદને કોર્ટમાં રજૂ થવાનું હતું, પરંતુ જ્યારે તે રજૂ ન થયા તો તેમના વિરૂદ્ધ નવું સમન્સ રજૂ કરવામાં આવ્યું. આ પહેલાં નશીદ કોર્ટમાંથી પરવાનગી લઇ ભારત યાત્રા પર આવી ગયા હતા, જ્યાંથી તેમને 9 ફેબ્રુઆરીએ પરત ફરવાનું હતું પરંતુ કોર્ટના આદેશનો અવગણના કરતાં તે 11 ફેબ્રુઆરીએ માલે પરત ફર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં મોહંમદ નશીદની જગ્યાએ મોહંમદ વાહિદને માલદીવના રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ દેશમાં પ્રથમ રાષ્ટ્રપતિ ચુંટણી યોજાવવાની હતી.

English summary
Anti-riot police have surrounded the Indian High Commission here after former president Mohamed Nasheed went there, soon after an arrest warrant was issued against him by a Maldivian court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X