For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએન સેક્રેટરી જનરલના યુક્રેન પ્રવાસ સમયે રશિયાએ કીવ પર કર્યો મોટો બૉમ્બમારો

યુએન સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટારેસ ગુરુવારે યુક્રેનના પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન કીવ પર હુમલો થયો છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુએન સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટારેસ ગુરુવારે યુક્રેનના પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન રશિયાએ સ્પષ્ટ સંદેશ આપીને કીવના એક ભાગ પર બૉમ્બમારો કર્યો છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે જ્યારે ઘણા લોકો આમાં ઘાયલ થઈ ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ જ્યારે યુએન સેક્રેટરી જનરલ સાથે કૉન્ફરન્સ કરી તેના બરાબર એક કલાક પછી આ હુમલો થયો છે. યુક્રેન પ્રશાસને જણાવ્યુ કે ડોનબાસ વિસ્તારમાં રશિયાની જબરદસ્ત ગોળીબાર ચાલી રહ્યો છે. પશ્ચિમી ઉદ્યોગના કેન્દ્રને રશિયા પોતાનુ નિશાન બનાવી રહ્યુ છે, ખારકીવ પાસે પણ રશિયા બૉમ્બમારો કરી રહ્યુ છે.

ukraine

કીવના મેયર વિટાલી ક્લિત્સકોએ જણાવ્યુ કે શેવશેન્કોવ્સ્કીમાં બે ધમાકા થયા છે. તેમણે ટેલીગ્રામ પર એક પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યુ કે આ ધમાકામાં કેટલા લોકો માર્યા ગયા છે. એએફપીના રિપોર્ટે જણાવ્યુ કે તેમણે વિસ્તારમાં સ્થિત બિલ્ડીંગમાં કાળો ધૂમાડો જોયો હતો, ઘટના સ્થળે ભારે પોલિસ બળ અને રાહત તેમજ બચાવ કર્મીઓ હાજર છે જે ઘાયલોની મદદ કરી રહ્યા છે અને તેમને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના વરિષ્ઠ સહયોગીએ પણ ટ્વિટ કરીને આની માહિતી આપી. તેમણે લખ્યુ કે એંટોનિયો ગુટારેસના પ્રવાસ દરમિયાન કીવમાં મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. ગુટારેસ એક દિવસ પહેલા રશિયાના યુદ્ધને લઈને વાતચીત કરી રહ્યા હતા અને આગલા દિવસ તેમના માથા પર બૉમ્બ વરસાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, ગુટારેસએ થોડા દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકત કરી હતી.

English summary
Explosion in Kyiv amid UN U.N. Secretary-General António Guterres visit to Ukraine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X