અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં ભારતીય દૂતાવાસ સામે વિસ્ફોટ
જલાલાબાદ, 3 ઓગસ્ટ : અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા જલાલાબાદ શહેરમાં આવેલા ભારતીય દૂતાવાસ સામે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ભારતીય અધિકારીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે.
અપડેટ 1.00 PM
નજીકના મદરેસાના વિદ્યાર્થીઓ સૌથી વધારે ઇજાગ્રસ્ત. 8ના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ભારતીય દૂતાવાસ સામે વિસ્ફોટ
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પૂર્વ અફઘાનિસ્તાનના નાનગર્હાર વિસ્તારના પાટનગર જલાલાબાદમાં આ વિસ્ફોટ શનિવારે સવારે થયો છે. ભારતના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતીય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય સતત તેમના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક અહેવાલોમાં મૃત્યુઆંક કેટલો છે તે અંગે હજી સુધી કોઇ વિગતો મળી નથી. આ વિસ્ફોટ અંગે જનરલ શરીફ અમીને જણાવ્યું કે ભારતીય દૂતાવાસ પર હુમલો થવાની શક્યતા અંગે જલાલાબાદ પોલીસે ચેતવણી આપી હતી. ઘાતક બોમ્બ વિસ્ફોટની ઘટનામાં 3થી વધુ નાગરિકોના મોત થયા છે, 16થી વધુ નાગરિકો અને 3 પોલીસ જવાનો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટ આત્મઘાતી હુમલાખોરો (સ્યુસાઇડ બોમ્બર્સ) દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં મોટા ભાગે બાળકો ઘાયલ થયા છે. આ બાળકો પાસેની મસ્જિદમાં ધાર્મિક અભ્યાસ માટે આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ બોમ્બ વિસ્ફોટમાં 16થી વધારે લોકો ઘાયલ થયા છે. જ્યારે 3થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં જલાલાબાદ પોલીસના 3 જવાનો પણ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.
આ અંગે ડેપ્યુટી પ્લોવિન્સિયલ પોલીસ ચીપ માસૂમ ખાને જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરો કારમાં આવ્યા હતા. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યા બાદ તરત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ હુમલાખોરોએ બંદૂકથી ફાયરિંગ પણ કર્યું હતું.