For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક! થશે અબજો રૂપિયાનો દંડ

યૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક! થશે અબજો રૂપિયાનો દંડ

|
Google Oneindia Gujarati News

જો તમે પણ ફેસબુક વાપરતા હોવ તો તમારી અંગત માહિતી ચોરી થઈ હોય તેવી શક્યતા છે. તાજેતરમાં જ ફેસબુકના 5 કરોડથી વધુ યૂઝરના અકાઉન્ટ હેક થયાં હતાં. શુક્રવારે ફેસબુકે ડેટા ચોરી થઈ હોવાનું જાહેર કર્યું હતું, જો કે કેટલાં અકાઉન્ટને અસર થઈ તે કહેવું અશક્ય છે. ફેસબુકે શુક્રવારે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હેકર્સે અકાઉન્ટ ટોકન ચોરીને ડેટા હેક કર્યો છે.

ફેસબુકને થઈ શકે તગડો દંડ

ફેસબુકને થઈ શકે તગડો દંડ

ત્યારે યુરોપ યુનિયન ડેટા લૉ અંતર્ગત ફેસબુકે પોતાના ગ્લોબલ ટર્નઓવરના 4 ટકા જેટલો દંડ ભરવો પડી શકે છે, ઉલ્લેખનીય છે કે ફેસબુકનો વાર્ષિક રેવન્યૂ 31.2 બિલિયન પાઉન્ડ છે એટલે કે ફેસબુકે 1.25 બિલિયન પાઉન્ડનો દંડ ભરવો પડી શકે છે. ત્યારે ફેસબુકે પોતાના બચાવ કરતાં યુટ્યૂબ પર દોષનો પોટલો ઢોળ્યો છે.

યૂટ્યૂબ પર ઢોળ્યો દોષનો ટોપલો

યૂટ્યૂબ પર ઢોળ્યો દોષનો ટોપલો

શનિવારે ફેસબુકે કહ્યું કે યૂટ્યૂબ પર કેટલાય એવા વીડિયો હાજર છે જેમાં ફેબુકનું અકાઉન્ટ કઈ રીતે હેક કરવું તે અંગે હેકર્સ યુક્તિઓ જણાવી રહ્યા છે જેને કારણે તેમના પર્સનલ ડેટાની ચોરી થઈ. કહ્યું કે આવા વીડિયો જોઈને જ હેકર્સે કરોડો યૂઝર્સના અકાઉન્ટના ડેટા ચોર્યા હતા.

અમેરિકાના દરેક 4માંથી 1 યૂઝરે ડિલિટ કર્યું ફેસબુક અમેરિકાના દરેક 4માંથી 1 યૂઝરે ડિલિટ કર્યું ફેસબુક

ફેસબુક સિક્યોરિટીની ખાતરી કરશે

ફેસબુક સિક્યોરિટીની ખાતરી કરશે

ડેલી ટેલિગ્રાફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ડેટા ચોરીનો મામલો સામે આવ્યા બાદ પણ કેટલાક આવા વીડિયો ઓનલાઈન હતા. ફેસબુકના સાયબર સિક્યોરિટીના હેડે કહ્યું કે આવા કેટલાક વીડિયો અંગે કંપનીને જાણકારી હતી, અને લોકોના અકાઉન્ટ સિક્યોર કરી શકાય તેની ખાતરી કરવા માટે ફેસબુક પગલાં ભરી રહી છે.

એક્સેસ ટોકનની ચોરી કરી હતી

એક્સેસ ટોકનની ચોરી કરી હતી

ફેસબુકના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ Guy Risenએ કહ્યું કે ગુરુવારે અકાઉન્ટ હેક થયાં હોવાની માહિતી મળી. લોકો ફેસબુક દ્વારા બીજી એપમાં લોગઈન કરતા હોય છે તેને કારણે પણ અટેક થયો હોય શકે છે. હજુ આ મામલે તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે એક્સેસ ટોકનની ચોરી કરીને હેકર્સે કરોડો લોકોના અકાઉન્ટનો ડેટા ચોર્યો હતો.

હવે Jio ના બંને ફોનમા ચાલશે WhatsApp, નવા વર્ઝનમાં મળશે આ બધા ફિચર્સ હવે Jio ના બંને ફોનમા ચાલશે WhatsApp, નવા વર્ઝનમાં મળશે આ બધા ફિચર્સ

English summary
Facebook faces a fine of up to £1.25billion after at least 50million of its users were hacked, facebook blamed youtube video for breach in account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X