For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો, ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશ

ફેસબુક અને એપ્પલ વચ્ચે ચાલી રહેલ તણાવ હવે ખુલીને સામે આવી ગયો છે. ઝૂકરબર્ગે પોતાના બધા એક્ઝીક્યુટીવને આદેશ આપ્યો છે કે તે આઈફોનની જગ્યાએ હવે એંડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે.

|
Google Oneindia Gujarati News

ફેસબુક અને એપ્પલ વચ્ચે ચાલી રહેલ તણાવ હવે ખુલીને સામે આવી ગયો છે. અમેરિકી વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી આપેલ જાણકારી મુજબ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતાના બધા એક્ઝીક્યુટીવને આદેશ આપ્યો છે કે તે આઈફોનની જગ્યાએ હવે એંડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે. ગુરુવારે બ્લોગમાં ફેસબુક તરફથી આ અંગેની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. વાસ્તવમાં એપ્પલના સીઈઓ ટિમ કુક છેલ્લા ઘણા સમયથી સુરક્ષા અને પ્રાઈવસી અંગે સાર્વજનિક રીતે ફેસબુક પર હુમલા કરી રહ્યા છે. માર્ક આ વાતથી ઘણા નારાજ છે.

આ પણ વાંચોઃ સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવીઆ પણ વાંચોઃ સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી

ટિમ કુકની ટીકાઓથી નારાજ માર્ક

ટિમ કુકની ટીકાઓથી નારાજ માર્ક

બ્લોગમાં ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે, ‘ટિમ કુક સતત અમારા બિઝનેસ મોડલની ટીકા કરી રહ્યા છે અને માર્ક આ વાત અંગે સ્પષ્ટ છે કે તેઓ આ ટીકાઓથી સંમત નથી.' બ્લોગમાં આગળ લખ્યુ છે, ‘અમે અમારા કર્મચારીઓ અને એક્ઝઈક્યુટીવ લેવલના અધિકારીઓને એંડ્રોઈડનો ઉપયોગ કરવા કહીએ છીએ કારણકે તે દુનિયાની સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે.' ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે કેવી રીતે ફેસબુક તરફથી ઘણા સ્કેન્ડલ્સનો જવાબ આપવામાં આવ્યો છે. એક સ્કેન્ડલમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક પોતાના મંચ પર રશિયા તરફથી થયેલા હુમલાનો જવાબ આપવામાં ઘણો ધીમો હતો.

ટિમે કહ્યુ અમે ગ્રાહકો પાસેથી પૈસા નથી કમાચા

ટિમે કહ્યુ અમે ગ્રાહકો પાસેથી પૈસા નથી કમાચા

ફેસબુકની માનીએ તો આર્ટિકલમાં ઘણી એવી વાતો છે જે સંપૂર્ણપણે ખોટી છે. એપ્રિલમાં એપ્પલના સીઈઓ ટિમ કુકે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે છેલ્લા ઘણા વર્ષોમાં જે રીતે ફેસબુરનો ઉપયોગ કરીને ડેટા ચોરી કરવામાં આવ્યો છે તે રીતે તે બિલકુલ આની મંજૂરી નહિ આપે. કુકે કહ્યુ હતુ, ‘સત્ય એ છે કે જો અમે ઈચ્છીએ તો પોતાના ગ્રાહકોનો ઉપયોગ કરીને ઘણા પૈસા કમાઈ શકીએ છીએ. જો આપણા ગ્રાહક આપણા ઉત્પાદકો છે તો પછી અમે પૈસાના ઢગલા કરી શકીએ છીએ. પરંતુ અમે ક્યારેય એવુ નહિ કરીએ. અમારા ગ્રાહક અમારા ઉત્પાદકો નથી.'

અમુક જગ્યાએ ખૂબ લોકપ્રિય છે એંડ્રોઈડ

અમુક જગ્યાએ ખૂબ લોકપ્રિય છે એંડ્રોઈડ

ઝૂકરબર્ગે એક ઈન્ટરવ્યુ વેબસાઈટ વૉક્સને આપ્યો. જેમાં તેમણે કહ્યુ હતુ કે તેમને લાગે છે કે લોકોને સત્ય માલુમ નથી. જો કે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટની માનીએ તો આના વિશે બતાવવામાં નથી આવ્યુ કે કુકની આક્રમક ટીપ્પણીઓના કારણે ઝૂકરબર્ગે આદેશ જાહેર કર્યો કે આની પાછળનું કારણ કંઈ અલગ છે. એંડ્રોઈડ હાલમાં અમેરિકાની બહારના ઘણા દેશો જેમાં આફ્રિકા, સાઉથ અમેરિકા, યુરોપ, રશિયા, દક્ષિણ એશિયા અને મીડલ ઈસ્ટના અમુક ભાગોમાં ઘણો લોકપ્રિય છે.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, '125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'આ પણ વાંચોઃ હાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, '125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'

English summary
Facebook founder Mark Zuckerberg orders all Facebook executives to use Android phone and quit iPhone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X