For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર તમારા ફોન નંબરથી લઈ ચેક્ડ ઈન લોકેશન સુધી બધુ થઈ ગયુ છે ચોરી

શુક્રવારે ફેસબુકે આ વાતની જાણકારી આપી છે કે બે સપ્તાહ પહેલા તેમના કમ્પ્યુટર સિસ્ટમ પર થયેલા હુમલાના કારણે લગભગ 30 મિલિયન યુઝર્સ પર પ્રભાવ પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે ફેસબુકે આ વાતની જાણકારી આપી છે કે બે સપ્તાહ પહેલા તેમના કમ્પ્યુટર સિસ્ટમ પર થયેલા હુમલાના કારણે લગભગ 30 મિલિયન યુઝર્સ પર પ્રભાવ પડ્યો છે. આ હુમલા બાદ ફેસબુક યુઝર્સ પર જેટલુ અનુમાન લગાવ્યુ હતુ તેનાથી પણ વધુ અસર પડી છે. ફેસબુક સામે એ પડકાર છે કે તેના 14 વર્ષોના ઈતિહાસમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની યોગ્ય રીતે તપાસ કેવી રીતે કરાવવામાં આવે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ આ હુમલામાં હેકર્સે યુઝર્સની કોન્ટેક્ટ ડિટેલથી લઈને તેમના બર્થ ડેટ, સર્ચ અને લોકેશન હિસ્ટરી સુધી બધુ હેક કરી દીધુ છે.

દરેક જાણકારી છે હેકર્સ પાસે

દરેક જાણકારી છે હેકર્સ પાસે

લગભગ 14 મિલિયન યુઝર્સની ફેસબુક પ્રોફાઈલ્સમાંથી ડિટેલ્સ ઈનફોર્મેશન ચોરી કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો 15 યુઝર્સે કોઈ પણ વ્યક્તિ કે પછી કંઈ બીજુ સર્ચ કર્યુ છે તો તેની જાણકારી પણ હેકર્સની પાસે છે. એટલે સુધી કે 10 એવા લોકેશન જ્યાં યુઝર્સે ચેક્ડ ઈન કર્યુ છે તેના વિશે પણ હેકર્સને ખબર છે. જે બીજી જાણકારીઓ હેકર્સે ચોરી કરી છે તેમાં જેન્ડર, તેમનો ધાર્મિક ઝુકાવ, તેમનો ટેલિફોન નંબર, ઈમેલ એડ્રેસ અને તે ડિવાઈસની પણ જાણકારી છે જેના દ્વારા તેમણે ફેસબુકનો ઉપયોગ કર્યો.

આ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્તઆ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત

ક્રેડિટ કાર્ડ ડિટેલ પણ હાથ લાગી શકે છે

ક્રેડિટ કાર્ડ ડિટેલ પણ હાથ લાગી શકે છે

ફેસબુકે જણાવ્યુ છે કે ઓછામાં ઓછા 15 મિલિયન યુઝર્સની પ્રોફાઈલ્સમાંથી તેમના નામ અને તેમના કન્ટેન્ટ જાણકારી જેમ કે ટેલિફોન નંબરોને ચોરી કરી લેવામાં આવ્યા છે. એક મિલિયનથી વધુ લોકોના સિક્યોરિટી ટોકન સુદ્ધા ચોરી કરી લેવામાં આવ્યા છે. જો કે કંપનીની માનીએ તો હેકર્સ આ એક મિલિયન યુઝર્સની પ્રોફાઈલને કંઈ કરી શક્યા નહિ. હેકર્સને ક્રેડિટ કાર્ડ ઈન્ફોર્મેશન કે અકાઉન્ટ પાસવર્ડ વિશે કંઈ ખબર પડી શકી નથી. કંપની તરફથી પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ ગાઈ રોસેને એક બ્લોગમાં જણાવ્યુ કે સિક્યોરિટી ઈશ્યુ સાથે જોડાયેલા આ મામલામાં તે 24 કલાક કામ કરી રહ્યા છે.

કંપની આવી બચાવની મુદ્રામાં

કંપની આવી બચાવની મુદ્રામાં

રોસેન મુજબ બે સપ્તાહની અંદર આ સમસ્યાને દૂર કરી લેવામાં આવી જેથી લોકોને એ સમજવામાં મદદ મળી શકે કે હેકર્સે કઈ કઈ માહિતી મેળવી લીધી છે. ફેસબુક તરફથી આ વાતની ચેતવણી આપવામાં આવી છે કે યુઝર્સ લૉગ આઉટ કરીને ફરીથી લૉગ ઈન કરે જેથી પ્રોફાઈલ્સને ફરીથી રી-સેટ કરી શકાય. લગભગ 90 મિલિયન યુઝર્સે લૉગ આઉટ કરીને ફરીથી પોતાની પ્રોફાઈલ પર લૉગ ઈન કર્યુ. વળી, કંપનીની માનીએ તો આ હુમલો એટલો નહોતો કે જેટલો પહેલા વિચારવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી ફેસબુકને વારંવાર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે કે તેણે બે બિલિયનથી પણ વધુ યુઝર્સના પર્સનલ ડેટાની સુરક્ષા માટે કંઈ કર્યુ નથી.

એક વર્ષથી ટીકા ઝેલવા માટે મજબૂર

એક વર્ષથી ટીકા ઝેલવા માટે મજબૂર

આ વર્ષે માર્ચમાં બ્રિટિશ કન્સન્ટીંગ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે લગભગ 87 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટાની પ્રાઈવેટ ઈન્ફોર્મેશનનું એક્સેસ મેળવી લીધુ. કંપનીને હવે એ ચિંતાથી પણ ઝઝૂમવુ પડી રહ્યુ છે કે તેના પ્લેટફોર્મ દ્વારા ઘણા દેશોમાં યોજાનાર ચૂંટણી પર અસર પડી અને ત્યાં સુધી કે ઘણા લોકોના મોત પણ થઈ ગયા છે. ફેસબુકે ગુરુવારે જણાવ્યુ કે તેણે આવા ઘણા અકાઉન્ટ્સ અને પેજીસને હટાવી દીધા છે જેના દ્વારા અમેરિકામાં ખોટા પ્રકારની જાણકારીઓ ફેલાવી રાખી હતી. વાત ભલે ગમે તે હોય પરંતુ એટલુ નક્કી છે કે હવે કંપનીને ઘણી એવી વાતો વિશે જવાબ આપવાનો રહેશે જે યુઝર્સની પર્સનલ જિંદગી સાથે જોડાયેલી છે.

આ પણ વાંચોઃ J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયોઆ પણ વાંચોઃ J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો

English summary
Facebook said Friday that an attack on its computer systems that was announced two weeks ago had affected 30 million users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X