For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકના શેરો ગગડ્યા, ઝુકરબર્ગને 16.8 બિલિયન ડૉલરનું નુકશાન

માર્ક ઝૂકરબર્ગની કંપની ફેસબુકે બુધવારે બીજા ક્વાર્ટરનું પરિણામ જારી કર્યુ જેમાં કંપનનીના બીજા ત્રિમાસિક ગાળાના સેલ અને યુઝર ગ્રોથ વિશ્લેષકોની અપેક્ષાએ ઓછુ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

માર્ક ઝૂકરબર્ગની કંપની ફેસબુકે બુધવારે બીજા ક્વાર્ટરનું પરિણામ જારી કર્યુ જેમાં કંપનનીના બીજા ત્રિમાસિક ગાળાના સેલ અને યુઝર ગ્રોથ વિશ્લેષકોની અપેક્ષાએ ઓછુ રહ્યુ છે. વળી, ફેસબુકના શેરોમાં ઘટાડો આવ્યો છે. લાંબા સમયથી કન્ટેન્ટ પોલિસી અંગે વિવાદમાં રહેલા ફેસબુકને બીજા ત્રિમાસિક ગાળામાં નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. ફેસબુકના નાણાં અધિકારીએ કહ્યુ છે કે ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં પણ કંપનીનો ફાયદો ઘટી શકે છે.

ફેસબુક શેરમાં 21 ટકા સુધીનો ઘટાડો

ફેસબુક શેરમાં 21 ટકા સુધીનો ઘટાડો

ફેસબુકના શેરોમાં 21 ટકા સુધીનો ઘટાડો થયો અને બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઈન્ડેક્સ મુજબ માર્ક ઝુકરબર્ગને આ વર્ષના અંત સુધીમાં વધુ 130 કરોડ ડૉલરનું નુકશાન થઈ શકે છે. 2.23 અરબ યુઝર્સવાળી ફેસબુકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ફેસબુકનું કહેવુ છે કે જૂનમાં તેના 1.47 અરબ કરોડ ડેલી યુઝર હતા અને ત્રિમાસિકમાં ફેસબુકને 42 ટકાનો ફાયદો થયો છે જ્યારે મોબાઈલ એડવર્ટાઈઝમેન્ટમાં પણ કંપની ઘણી આગળ છે.

બે કલાકમાં 16.8 બિલિયન ડૉલરનું નુકશાન

બે કલાકમાં 16.8 બિલિયન ડૉલરનું નુકશાન

ડેટા પ્રાઈવસી અંગે ગિન્નાયા બાદ ફેસબુક માટે આ બમણો ઝટકો છે. સેલ અને યુઝર ગ્રોથ અંગે પહેલા જ ચિંતા વ્યક્ત કરાઈ રહી હતી, ખાસ કરીને ઝુકરબર્ગને યુએસ કોંગ્રેસનો સામે હાજર થવુ પડ્યુ હતુ. આ કારણે કંપનીની સાખને મોટો ઝટકો લાગ્યો હતો. આ તમામ વિવાદો બાદ કરોડોમાં ફેસબુકના યુઝરમાં ઘટાડો આવી રહ્યો છે. વળી, શેરોમાં ભારે ઘટાડાના કારણે ઝુકરબર્ગને માત્ર બે કલાકમાં 16.8 બિલિયન ડૉલરનું નુકશાન થયુ છે અને તે દુનિયાના અમીરોની યાદીમાંથી ખસીને છઠ્ઠા સ્થાન પર આવી ગયા છે.

ડેટા અંગે યુઝર્સે વ્યક્ત કરી હતી ચિંતા

ડેટા અંગે યુઝર્સે વ્યક્ત કરી હતી ચિંતા

ડેટા પ્રાઈવસી અંગે કિરકિરી થયા બાદ આનો ઉકેલ શોધવા માટે ઘણા વિશેષજ્ઞોને તેની પાછળ લગાવવામાં આવ્યા છે. ઝુકરબર્ગે કહ્યુ કે ડેટા સિક્યોરિટીમાં અમે ઘણુ રોકાણ કરી રહ્યા છે કે જે અમારા ફાયદાને પ્રભાવિત કરવાનું છે અને હવે તે જ સામે આવ્યુ છે. ઝુકરબર્ગે કહ્યુ કે તે કંપનીને લાંબા સમયથી ચલાવી રહ્યા છે નહિકે કે ત્રણ મહિનાથી. અર્થ સ્પષ્ટ છે કે તે નુકશાનની પરવા કરવાના નથી.

English summary
Facebook shares plunge by some 21%, wiping out an estimated $130 billion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X