For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાએ દીકરી સાથે હેવાનિયત કરી, ગર્ભવતી બની ત્યારે...

સાઉથ કાલીમાટનમાં એક પિતાએ તેની પુત્રી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, જ્યારે તેની પુત્રી ગર્ભવતી થઈ

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

સાઉથ કાલીમાટનમાં એક પિતાએ તેની પુત્રી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, જ્યારે તેની પુત્રી ગર્ભવતી થઈ, ત્યારે તેણે તેની પુત્રીને કહ્યું કે તે પોતાના માટે એક બોયફ્રેન્ડ શોધી કાઢે, જેથી તેઓ બચી શકે. તે પછી જે બન્યું તે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. જ્યારથી તે 16 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેનો રેપ કરતા હતા.

દીકરીનો રેપ કરતો હતો

દીકરીનો રેપ કરતો હતો

50 વર્ષીય આ વ્યક્તિને હાલમાં જ તેની પુત્રી સાથે બળાત્કાર કરવાના આરોપમાં પકડ્યો છે. મળતી માહિતી મુજબ, તે છોકરી 16 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેનું યૌન શોષણ કરી રહ્યા હતા. સાઉથ કાલીમાટનની પોલીસે જણાવ્યું કે પીડિતાના પિતાની શરૂઆતમાં ઓળખ હાલમાં એક્સ રૂપે જ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે વર્ષ 2017 થી પોતાની દીકરીનો રેપ કરી રહ્યો હતો.

પત્ની સાથે તલાક થયો હતો

પત્ની સાથે તલાક થયો હતો

ખરેખર આ વ્યક્તિના તેની પત્ની છૂટાછેડા થઇ ગયા હતા અને તેની દીકરીએ નક્કી કર્યું હતું કે તે તેના પિતા સાથે રહેશે. કોકોનટ્સ અનુસાર, છોકરી સાથેનું આ ઘૃણાસ્પદ કામ તેના પિતા દ્વારા ત્યારે શરૂ કરવામાં આવ્યું જ્યારે તેને ખબર પડી કે તેની દીકરી વર્જિન નથી રહી. ખરેખર, છોકરી પર સૌથી પહેલા તેને મામાએ બળાત્કાર ગુજાર્યો હતો. છોકરીને લાગ્યું કે તેના પિતા તેને મદદ કરશે, પરંતુ પોલીસમાં ફરિયાદ કરવાને બદલે તે તેની દીકરીની માનસિક પરેશાનીનો લાભ લેવા લાગ્યો.

બદનામ કરવાની ધમકી

બદનામ કરવાની ધમકી

આ વ્યક્તિએ તેની પુત્રીને ધમકી આપી હતી કે જો તેણી તેની સાથે શારીરિક સંબંધો બાંધશે નહીં તો તેણીને બદનામ કરશે. આ પછી તેણે તેની દીકરી સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આને કારણે તેની પુત્રી ગર્ભવતી થઈ. પુત્રીના ગર્ભવતી હોવાની માહિતી મળ્યા બાદ તેના પિતાએ તેને બોયફ્રેન્ડ શોધવાનું કહ્યું જેથી તે છટકી શકે. જો કે, 2 મહિના પછી પણ જ્યારે યુવતીને કોઈ બોયફ્રેન્ડ મળ્યો ન હતો, ત્યારે આ નિર્દય પિતાએ તેની પુત્રીને 57 વર્ષીય વ્યક્તિને સોંપી દીધી.

બીજા પર આરોપ લગાવ્યો

બીજા પર આરોપ લગાવ્યો

તેણે તેની પુત્રીને કહ્યું કે આ માણસ સાથે સૂઈ ગયા પછી તે ગર્ભવતીનો દોષ તેના પર મૂકી દે. છોકરીએ તેના પિતાના કહેવા મુજબ જ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેનો ગર્ભપાત થયો છે. પુત્રીના ગર્ભપાતની જાણ છોકરીના પિતાને થતાં જ તેણે ફરી તેની સાથે જાતીય સંબંધની માંગ કરી. આ પછી છોકરીએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું જેથી તેને હંમેશા માટે આ યાતનાથી છુટકારો મળી શકે.

પોલીસે ધરપકડ કરી

પોલીસે ધરપકડ કરી

આ પછી, જ્યારે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે ખબર પડી કે જે વ્યક્તિને છોકરીના પિતાએ તેની પુત્રી મોકલી હતી તે પણ તેનો મિત્ર હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને યુવતીના પિતા અને તેના મિત્રની ધરપકડ કરી છે. આ કેસમાં જો દોષી સાબિત થાય તો બંનેને 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: બે વર્ષમાં 30 નરાધમોએ રેપ કર્યો, છતાં 12 વર્ષની બાળકીએ દરવાજા પર લખ્યું- સૉરી અમ્મા

English summary
Father made her daughter pregnant, tell her to find boyfriend for save him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X