For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમ્પ્યુટર માઉસના શોધક ડગ્લાસનું નિધન

|
Google Oneindia Gujarati News

લંડન, 5 જુલાઇ : વિશ્વને અતિ મહત્વના ગણાતા કોમ્પ્યુટર માઉસની ભેટ આપનાર અમેરિકન એન્જિનિયર ડગ્લાસ એન્જલબર્ટનું અવસાન થયું છે. તેમની વય 88 વર્ષની હતી. પોતાની આંગળીઓમાં કમ્પ્યુટરના સ્ક્રીનને નચાવતા માઉસના સર્જક એન્જલબર્ટે સૌપ્રથમવાર 1960ના દાયકામાં માઉસ બનાવવા માટે લાકડીનો ઉપયોગ કર્યો હતો.

આ માઉસ તૈયાર કરવા માટે તેમણે ટ્રેક બોલની જગ્યાએ લાકડીના માઉસમાં ધાતુનાં બે પૈડા બેસાડ્યા હતા. એન્જલબર્ટનો જન્મ 30 જાન્યુઆરી, 1925ના રોજ અમેરિકાના ઓરેગનના પોર્ટલેન્ડમાં થયો હતો. તેમના પિતા રેડિયો મિકેનિક હતા અને માતા ગૃહિણી હતા.

father-of-computer-mouse-douglas

એન્જલબર્ટે ઓરેગન યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી અને બીજા વિશ્વયુદ્ધમાં રડાર ટેક્નિશિયન તરીકે કામગીરી બજાવી હતી. ત્યારબાદ એ નાસા સંસ્થામાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે જોડાયા હતા. 1968માં તેમણે સેન ફ્રાન્સિસ્કોમાં પોતે બનાવેલા માઉસનું પહેલી વાર ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું.

English summary
Father of computer mouse Douglas is no more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X